Home> India
Advertisement
Prev
Next

Corona Vaccination: દેશમાં અત્યાર સુધી 17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 20 લાખ લોકોને લાગી રસી

છેલ્લા 24 કલાકમાં લગભગ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનના 113માં દિવસે એટલે કે 8 મેએ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા. 8,37,695 લોકોને પ્રથમ ડોઝ અને 11,85,837 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

Corona Vaccination: દેશમાં અત્યાર સુધી 17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 20 લાખ લોકોને લાગી રસી

નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધી 16 કરોડ 94 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 16,94,39,663 વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. તો દેશભરમાં 18થી 44 વર્ષની ઉંમરના 17,84,869 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 

fallbacks

છેલ્લા 24 કલાકમાં લગભગ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનના 113માં દિવસે એટલે કે 8 મેએ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા. 8,37,695 લોકોને પ્રથમ ડોઝ અને 11,85,837 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Corona પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર!  

8 મેએ થયેલા રસીકરણની જાણકારી
-18,043 હેલ્થકેર અને 75,052 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
- 32,260 હેલ્થકેર અને 82,798 ફ્રંટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 45 વર્ષથી મોટી ઉંમરના 3,25,811 લોકોને પ્રથમ ડોઝ અને 5,23,299 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.
- 60 લાખથી વધુ ઉંમરના 1,23,877 લોકોને પ્રથમ ડોઝ અને  5,47,480 લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 
- 18થી 44 વર્ષના ઉંમર વર્ગમાં  2,94,912 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં રાહત, આશરે એક મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો  

ભારતમાં અત્યાર સુધી 16,94,39,663 વેક્સિન ડોઝ આપવામાં આવી ચુક્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. અત્યાર સુધી  95,41,654 હેલ્થકેર અને 1,39,43,558 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તો 64,63,620 હેલ્થકેર અને  77,32,072 ફ્રંટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 

આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના 5,50,75,720  લોકોને પ્રથમ અને 1,48,53,962 બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી 60 વર્ષની ઉંમરના 5,50,75,720 લોકોને પ્રથમ અને 64,09,465 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More