નવી દિલ્હીઃ ભારતને આગામી 20 વર્ષમાં 320 અબજ ડોલરની કિંમતના 2,300 વિમાનોની જરૂર પડશે. રૂપિયામાં જોવા જઈએ તો આ રકમ અધધધ 22,45,364 કરોડ થવા જાય છે. તેમાં 85 ટકા વિમાન નાના આકારના અને બાકીના મોટા આકારના હસે. આ અનુમાન વર્ષ 2018થી 2037 માટેનું છે.
બોઈંગના જણાવ્યા અનુસાર, ભારતને આ સમયગાળા દરમિયાન 220 અબજ ડોલરની કિંમતના 1,940 સિંગલ ઓઈલ (સીટની વચ્ચે એક ખાલી માર્ગ ધરાવતા વિમાન) વિમાનની જરૂર પડશે. સાથે જ 100 અબજ ડોલરના 350 મોટા વિમાનની જરૂર પડશે.
આ સમયગાળા દરમિયાન એક અબજ ડોલરથી ઓછી કિંમતના 10 સ્થાનિક જેટ વિમાનની પણ ભારતને જરૂર પડશે.
ISROએ લોન્ચ કર્યો સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-7A, ભારતીય વાયુસેના બનશે 'શક્તિશાળી'
બોઈંગ કોમર્શિયલ એરપ્લેન્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (એશિયા અને ભારતમાં વેચાણ) દિશે કેસકરે જણાવ્યું કે, ભારત ઝડપી ગતિએ વિકાસ સાધી રહ્યું છે.
કેસકરે જણાવ્યું કે, ભારતનું ઉડ્ડયન બજાર અત્યંત પડકારજનક છે. કેમ કે મુસાફરોની સંખ્યા વધવા છતાં પણ એરલાઈન્સ નફો નથી કરી રહી. ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપે વધતું ઘરેલુ ઉડ્ડયન બજાર છે. ઓક્ટોબરમાં સતત 50મા મહિનામાં ભારતીય ઉડ્ડયન બજારે 10 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે