Home> India
Advertisement
Prev
Next

દેશની સંપ્રભુતા માટે જરૂર પડી તો અંતિમ શ્વાસ સુધી લડી લઇશું: રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મને વિશ્વાસ છે કે સેનામાં અમારાા શુરવીર પુરૂષ અને બહાદુર મહિલા સૈનિકો સમય આવ્યે પોતાનો દમખમ દેખાડશે

દેશની સંપ્રભુતા માટે જરૂર પડી તો અંતિમ શ્વાસ સુધી લડી લઇશું: રાષ્ટ્રપતિ કોવિંદ

કોઇમ્બતુર : પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલાની ઘટના બાદ આતંકવાદીઓ પર ભારતીય વાયુસેનાનાં હવાઇ હુમલાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે ભારત પોતાની સંપુર્ણ શક્તિનો ઉપયોગ કરશે. રાષ્ટ્રપતિએ સોમવારે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, અલગ અલગ દેશોનાં સમુહોમાં ભારતનું વધતું કદ તેનાં સશસ્ત્ર દળોની શક્તિ અને ક્ષમતા અનુરુપ છે. 

fallbacks

જે સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને નજર અંદાજ કરો: સંરક્ષણ મંત્રી

કોવિંદે કહ્યું કે, ભારત શાંતિ માટે દ્રઢ સંકલ્પીત છે પરંતુ જરૂર પડ્યે રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે અમે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું. મને વિશ્વાસ છે કે સેનામાં અમારા શુરવીર પુરૂષ અને બહાદુર મહિલા સૈનિકો એવા સમયમાં પોતાનું દમખમ દેખાડશે.  તેમણે કહ્યું કે, વીર વાયુ યોદ્ધાઓથી લેસ દેશની સશસ્ત્ત્ર, રાષ્ટ્રના સંરક્ષણ અમારા દ્રઢ સંકલ્પને પ્રદર્શીત કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની વીરતા અને પ્રોફેશન દક્ષતાને અમે હાલમાં જ જોઇ છે. 

ઇમરાને આલાપ્યો કાશ્મીર રાગ: ઉકેલ લાવશે તે નોબેલ શાંતિ પુરસ્કારનો હકદાર

જે પ્રકારે ભારતીય વાયુસેનાએ એક અજાણ્યા આતંકવાદી સ્થળને નિશાન બનાવીને હુમલો કર્યો અને કાર્યવાહીને સફળતાપુર્વક સંપન્ન કરી, આ તેનું ઉદાહરણ છે. ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલ આતંકવાદી સંઘઠન જૈશ એ મોહમ્મદનાં ટ્રેનિંગ સેન્ટર પર હુમલા કર્યા હતા. કોવિંદે કહ્યું કે, સમસામાયિક પ્રગતીની જરૂરિયાતોને ધ્યાને રાખતા વાયુસેના સતત આધુનિક થઇ રહી છે અને તેઓ બૃહદ અને વ્યાપક આધુનિકીકરણ યોજનાઓની દિશામાં અગ્રેસર છે. 

રાહુલ ગાંધીને અમેઠીનો વિકાસ થવાનો ડર સતાવી રહ્યો છે: સ્મૃતિ ઇરાની

રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમારા રાષ્ટ્રના સંપ્રભુ આસમાની ક્ષેત્રની સુરક્ષા ઉપરાંત વાયુસેના માનવીય સહાય અને ઇમરજન્સી રાહત (HADR)અભિયાનમાં આગળ રહી છે. અમારા બહાદુર વાયુ યોદ્ધાઓ દ્વારા પ્રદર્શીત લચીલાપણ અને દ્રઢતા રાષ્ટ્ર માટે ગર્વનો એક મોટો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે, હકીમપેટ ખાતે એરફોર્સ સ્ટેશન અને સુલુર ખાતે 5 બેઝ રિપેયર ડિપો બંન્ને પ્રોફેશનલ ક્ષમતાનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે અને તેણે શાંતિના મહત્વ અને યુદ્ધની સ્થિતી દરમિયાન રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More