Home> India
Advertisement
Prev
Next

ભારતે ચીન, જાપાન અને અમેરિકાને પણ પછાડ્યું! 100 કલાકમાં બનાવ્યો 100 કિલોમીટરનો રોડ

100 km road in 100 hours: આ રોડ બનાવવાનું કામ 15મી મેના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. 100 કલાકમાં 100 કિમી રોડ તૈયાર કરવાનો ટાર્ગેટ હતો. મજૂરો અને એન્જિનિયરોએ રોડ બનાવવા માટે 8-8 કલાકની શિફ્ટમાં કામ કર્યું હતું.

ભારતે ચીન, જાપાન અને અમેરિકાને પણ પછાડ્યું! 100 કલાકમાં બનાવ્યો 100 કિલોમીટરનો રોડ

Road Construction: દુનિયાને પાછળ છોડીને ભારતે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં 100 કલાકમાં 100 કિલોમીટરનો રોડ તૈયાર કરવામા આવ્યો છે. ભારતે માર્ગ નિર્માણમાં ચીન, અમેરિકા અને જાપાનને પણ પાછળ છોડી દીધું છે. ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે વચ્ચે NH 34 પર 15 મેના રોજ સવારે 10 વાગ્યે આ રોડ બનાવવાનું કામ શરૂ થયું હતું, જે 19 મેના રોજ બપોરે 2 વાગ્યે 100 કલાકમાં 112 કિમી પૂર્ણ થયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

fallbacks

આ પણ વાંચો:
Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ
Ertiga-Innova ભૂલી જશો! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર
WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો! ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર

'8 કલાકની શિફ્ટ, એક શિફ્ટમાં 100થી વધુ એન્જિનિયર'
આ રોડ બનાવવાનું કામ 15મી મેના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. 100 કલાકમાં 100 કિમી રોડ તૈયાર કરવાનો ટાર્ગેટ હતો. મજૂરો અને એન્જિનિયરોએ રોડ બનાવવા માટે 8-8 કલાકની શિફ્ટમાં કામ કર્યું હતું. એન્જિનિયરોની ટીમનું નેતૃત્વ કરી રહેલા અર્પણ ઘોષ કહે છે કે ઓછામાં ઓછા 100 એન્જિનિયર અને 250 મજૂરો એક શિફ્ટમાં કામ કરતા હતા. દર મિનિટે 3 મીટરથી વધુ રોડ તૈયાર કરવામાં આવ્યો. મોટી વાત એ છે કે આ કાળઝાળ ગરમીમાં મજૂરો અને એન્જિનિયરો માટે ઘણી વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌથી મોટો પડકાર એ પણ હતો કે રસ્તાની બીજી બાજુનો ટ્રાફિક સતત ચાલતો રહે.

'પર્યાવરણ ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરવો'
NHAIના પ્રાદેશિક અધિકારી સંજીવ કુમાર શર્માએ જણાવ્યુ હતુ કે આ રોડ બનાવતી વખતે પર્યાવરણનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. રોડ રિસાઇકલ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે માત્ર જુના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોડના નિર્માણથી ભારતને એક મોડેલ પણ મળ્યું છે. આ મોડલ દ્વારા આગામી સમયમાં હાઈવે અને એક્સપ્રેસ વે વધુ ઝડપથી તૈયાર થઈ જશે.

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More