Home> India
Advertisement
Prev
Next

ચીનને મજબૂત સંદેશ, LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોનું ઓપરેશન

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. 

ચીનને મજબૂત સંદેશ, LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોનું ઓપરેશન

નવી દિલ્હીઃ એલએસી પર ચીનની સાથે તણાવ વચ્ચે ભારતે સરહદ પર પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ભારતીય વાયુસેનાએ પોતાના  યુદ્ધ વિમાનોને એરબેઝ પર તૈનાત કરી દીધા છે. હવે એરફોર્સના સુખોઈ Su-30MKI અને મિગ 29 વિમાનોની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહ પર ઉડાન ભરતુ જોવા મળી રહ્યું છે. ભારતીય સેના ચીન સરહદ પર એર ઓપરેશન કરી રહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે ભારત ચીનને સંદેશ આપી ચુક્યુ છે કે કોઈપણ મામલામાં થોડી પણ સમજુતી કરવામાં આવશે નહીં. 

fallbacks

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે, ત્રણેય સેનાને કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. 

એલએસી પર તૈનાત એક સ્કોડ્રોન લીડરે કહ્યું કે, બધા બેઝ પર ભારતીય વાયુસેના તૈયાર છે અને કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું, જવાનોને જોશ હંમેશા હાઇ રહે છે અને આકાશની ઉંચાઈઓને પહોંચવા માટે તે તૈયાર રહે છે. મહત્વનું છે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જવાનોનો જુસ્સો વધારવા અને ચીનને સંદેશ આપવા માટે લેહ પહોંચ્યા હતા. તેણણે વિસ્તારવાદી ચીનની ટીકા પણ કરી અને ઈજાગ્રસ્ત જવાનોની મુલાકાત દરમિયાન કહ્યુ કે, ભારત ન કોઈને સામે ઝૂક્યુ છે ન ઝૂકશે. 

અપાચે હેલિકોપ્ટરની ખાસિયચ
આ યુદ્ધ હેલિકોપ્ટર અમેરિકી કંપની બોઇંગે બનાવ્યા છે. તેનું કુલ વજન 6838 કિલોગ્રામની આસપાસ હોય છે. તે વધુમાં વધુ 279 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી શકે છે. તેમાં બે ટર્બોશાફ્ટ એન્જીન હોય છે. તેમાં એર ટુ એર મિસાઇલ, રોકેટ અને ગનની ક્ષમતા હોય છે. તેની ઉંચાઇ લગભગ 15.24 ફૂટ હોય છે અને પંખા 17.15 ફૂટ સુધી ફેલાયેલા હોય છે. 

સેનાના એક અધિકારીએ કહ્યું કે, ભારતીય વાયુસેના યુદ્ધ દરમિયાન ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. યુદ્ધની સાથે સેનાના સહયોગનું પણ કામ કરે છે અને જરૂરી સામાન પણ પહોંચાડે છે. તેમણે કહ્યું કે, સેના કોઈપણ સ્થિતિ માટે તૈયાર છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More