Home> India
Advertisement
Prev
Next

LAC પર શિયાળા માટે સેના તૈયાર, આઝાદી બાદનું સૌથી મોટું 'લોજિસ્ટિક ઓપરેશન'


સૈન્ય સૂત્રો અનુસાર, શીર્ષ કમાન્ડરોના એક સમૂહની સાથે ભારતીય સેના પ્રમુખ જરનલ એમ એમ નરવણે (MM Naravane) આ વિશાળ અભિયાનમાં વ્યક્તિગત રીતે જોડાયેલા છે. 

LAC પર શિયાળા માટે સેના તૈયાર, આઝાદી બાદનું સૌથી મોટું 'લોજિસ્ટિક ઓપરેશન'

નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army) ઘણા દાયકાના પોતાના સૌથી મોટી લશ્કરી સંગ્રહ કામગીરી હેઠળ પૂર્વી લદ્દાખ (Ladakh)મા ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં લગભગ ચાર મહિનાની ભીષણ ઠંડીને ધ્યાનમાં રાખી ટેન્ક, ભારે હથિયાર, દારૂ-ગોળો, ઈંધણની સાથે ખાદ્ય અને જરૂરી વસ્તુઓની પૂર્તી કરવામાં લાગી છે. 

fallbacks

સૈન્ય સૂત્રો અનુસાર, શીર્ષ કમાન્ડરોના એક સમૂહની સાથે ભારતીય સેના પ્રમુખ જરનલ એમ એમ નરવણે (MM Naravane) આ વિશાળ અભિયાનમાં વ્યક્તિગત રીતે જોડાયેલા છે. તેની શરૂઆત જુલાઈના મધ્યમાં થઈ હતી અને હવે તે પૂરૂ થવાનું છે. સૂત્રોએ કહ્યું કે, મોટી સંખ્યામાં   T-90 અને T-72 ટેન્ક, તોપો, અન્ય સૈન્ય વાહનોને વિભિન્ન સંવેદનસીલ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ સેનાએ 16000 ફુટની ઉંચાઈ પર તૈનાત જવાનો માટે મોટી સંખ્યામાં કપડા, ટેન્ટ, ખાદ્ય સામગ્રી, સંચાર ઉપકરણ, ઈંધણ, હીટર અને અન્ય વસ્તુઓ પહોંચાડી છે. 

આઝાદી બાદ સૌથી મોટું લોજિસ્ટિક અભિયાન
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીનું આ સૌથી મોટું લોજિસ્ટિક અભિયાન થે જે આઝાદી બાદ લદ્દાખમાં પૂરુ કરવામાં આવ્યું છે. આ વિશાળ સ્તર પર છે. ભારતે કોઈપણ ચીની દુસ્સાહસનો સામનો કરવા માટે પૂર્વી લદ્દાખમાં ત્રણ વધારાની સેના ડિવિઝનની તૈનાતી કરી છે. ત્યાં ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે તાપમાન શૂન્યથી નીચે પાંચ ડિગ્રી સેલ્સિયસથી શૂન્ય 25 ડિગ્રી સેલ્સિયસ નીચેની વચ્ચે રહે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હર્ડ ઇમ્યૂનિટીથી કર્યો ઇનકાર, બોલ્યા- 'ભારત હજુ ઘણું દૂર'

એલએસીની પાસે હાઈ એલર્ટ પર વાયુ સેના
સૂત્રોએ કહ્યું કે, ભારતે યૂરોપના કેટલાક દેશોમાંથી ઠંડી માટે કપડા આયાત કર્યાં છે અને પૂર્વી લદ્દાખમાં સૈનિકોને પહેલા જ તેની જરૂરીયાતની પૂર્તી કરી દેવામાં આવી છે. ક્ષેત્રમાં હજારો ટન ભોજન, ઈંધણ અને અન્ય ઉપકરણોના પરિવહન માટે C-130 જે સુપર હરક્યૂલિસ અને  C-17 ગ્લોબમાસ્ટર સહિત ભારતીય વાયુ સેનાએ લગભગ બધા પરિવહન વિમાનો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સેનાએ શિયાળાના મહિનામાં પૂર્વી લદ્દાખમાં બધા મુખ્ય ક્ષેત્રોમાં સૈનિકોને પોતાની હાલની સંખ્યા બનાવી રાખવાનો નિર્ણય લીધો છે કારણ કે ચીનની સાથે સરહદ વિવાદના જલદી સમાધાનના કોઈ સંકેત નથી. ભારતીય વાયુસેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખાના વિસ્તારમાં હાઈ એલર્ટ પર રહેવાનો નિર્ણય કર્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More