Home> India
Advertisement
Prev
Next

મોટો ફેરફાર: ભારતીય સેનાએ પ્રથમ વખત મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર કરી પ્રમોટ

ભારતીય સેનાએ (Inidian Army) 26 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 5 મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર બઢતી આપી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોર્પ્સ ઓફ સિગ્નલ્સ, કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME) અને કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ સાથે સેવામાં રહેલા મહિલા અધિકારીઓને કર્નલનો દરજ્જો મંજૂર કરવામાં આવ્યો છે

મોટો ફેરફાર: ભારતીય સેનાએ પ્રથમ વખત મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર કરી પ્રમોટ

નવી દિલ્હી: ભારતીય સેનાએ (Inidian Army) 26 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 5 મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર બઢતી આપી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોર્પ્સ ઓફ સિગ્નલ્સ, કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME) અને કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ સાથે સેવામાં રહેલા મહિલા અધિકારીઓને કર્નલનો દરજ્જો મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ, કર્નલના હોદ્દા પર બઢતી માત્ર આર્મી મેડિકલ કોર્પ્સ (AMC), જજ એડવોકેટ જનરલ (JAG) અને આર્મી એજ્યુકેશન કોર્પ્સ (AEC) માં મહિલા અધિકારીઓને લાગુ પડતી હતી.

fallbacks

મહિલા અધિકારીઓ માટે કારકિર્દીની તકોમાં વધારો
ભારતીય સેનાની (Inidian Army) વધુ શાખાઓમાં પ્રમોશનના માર્ગોનું વિસ્તરણ મહિલા અધિકારીઓ માટે કારકિર્દીની તકો વધારવાના સંકેત છે. ભારતીય સેનાની મોટાભાગની શાખાઓમાંથી મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના નિર્ણય સાથે, આ પગલું એક જેન્ડર-ન્યૂટ્રલ આર્મી પ્રત્યે ભારતીય સેનાના અભિગમને વ્યાખ્યાયિત કરે છે. કર્નલ ટાઇમ સ્કેલ રેન્ક માટે પસંદ કરાયેલા પાંચ મહિલા અધિકારીઓ સિગ્નલ કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સંગીતા સરદાના, EME કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સોનીયા આનંદ અને લેફ્ટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ અને કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ રીનુ ખન્ના અને એન્જિનિયર્સના લેફ્ટનન્ટ કર્નલ રિચા સાગર છે.

આ પણ વાંચો:- અશરફ ગનીએ કેમ છોડ્યું અફઘાનિસ્તાન, ભાઈએ કર્યો ખુલાસો; ભારત-પાક પર કરી ખુલ્લીને વાત

NDA પ્રવેશ પરીક્ષાની પરવાનગી
એક મોટા ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માં મહિલાઓને પ્રવેશ પરીક્ષા આપવાની મંજૂરી આપતા વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જ્યાં પહેલા માત્ર પુરુષો જ હાજર રહી શકતા હતા. એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કેન્દ્ર વતી દલીલ કરી હતી કે આ સરકારનો નીતિગત નિર્ણય છે. કેન્દ્રની દલીલ સાથે અસહમત, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ઋષિકેશ રોયની ખંડપીઠે કહ્યું કે તે જેન્ડર ભેદભાવ પર આધારિત નીતિગત નિર્ણય છે. કેન્દ્રએ રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ.

આ પણ વાંચો:- બેલ બોટમની એક્ટ્રેસ વાણી કપૂર હોટલમાં કરતી હતી આ કામ, આ રીતે બદલાઈ કિસ્મત

કોર્ટે કરી કડક ટિપ્પણી
સર્વોચ્ચ અદાલતે મહિલાઓ માટે તકોનો વિરોધ કરવા માટે સેનાની ખેંચતાણ કરી અને તેને પોતાનું વલણ બદલવા અને આવા કેસોમાં ન્યાયિક આદેશો પસાર થવાની રાહ ન જોવાનું કહ્યું. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે એનડીએમાં પ્રવેશ માટે મહિલાઓ પરીક્ષા આપી શકે છે, જે 5 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. કોર્ટે કહ્યું કે પ્રવેશ વગેરે તેના અંતિમ આદેશને આધીન રહેશે. બેન્ચે કહ્યું કે એનડીએમાં મહિલાઓ માટે બાર બનાવી શકાય નહીં.
(ઇનપુટ: IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More