Home> India
Advertisement
Prev
Next

અરૂણાચલથી લાપતા યુવકને ચીની PLA એ શોધી કાઢ્યો, જલદી ભારતમાં થશે વાપસીઃ ભારતીય સેના

અરૂણાચલ પ્રદેશના સિયુંગલાના લુંગટા જોર વિસ્તારમાં રહેનાર 17 વર્ષીય મિરામ તારનના રૂપમાં ઓળખાતો યુવક મંગળવાર 18 જાન્યુઆરીએ કથિત રીતે લાપતા થઈ ગયો હતો. 

અરૂણાચલથી લાપતા યુવકને ચીની PLA એ શોધી કાઢ્યો, જલદી ભારતમાં થશે વાપસીઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશનો યુવક જે પોતાના ગામથી લાપતા થઈ ગયો હતો, તેને ચીની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ શોધી લીધો છે. ભારતીય સેનાએ રવિવારે તેની જાણકારી આપી છે. તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ એક  નિવેદનમાં કહ્યુ- ચીની સેનાએ અમને જણાવ્યું છે કે તેમણે અરૂણાચલ પ્રદેશનો એક લાપતા યુવક મળી ગયો છે. તેની વાપસીને લઈને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. 

fallbacks

તમને જણાવી દઈએ કે અરૂણાચલ પ્રદેશના સિયુંગલાના લુંગટા જોર વિસ્તારમાં રહેનાર 17 વર્ષીય મિરામ તારનના રૂપમાં ઓળખાતો યુવક મંગળવાર 18 જાન્યુઆરીએ કથિત રીતે લાપતા થઈ ગયો હતો. 

અરૂણાચલ પ્રદેશથી સાંસદ તાપિર ગાઓએ 19 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે ચીની સૈનિકોએ રાજ્યમાં ઉપરી સિયાંગ જિલ્લાથી 17 વર્ષના એક બાળકનું અપહરણ કરી લીધુ છે. ગાઓએ કહ્યુ હતુ કે ગુમ થયેલા કિશોરની ઓળખ તિરામ તરોનના રૂપમાં થઈ છે. તેમણે કહ્યું હતું કે ચીની સેનાએ સિયુંગલા ક્ષેત્રના લુંગતા જોર વિસ્તારથી કિશોરનું અપહરણ કર્યુ અને બચીને ભાગવામાં સફળ રહ્યા તરોનના મિત્ર જોની યઇયિંગે સ્થાનીય અધિકારીઓને અપહરણ વિશે જાણકારી આપી હતી. તપીર ગાઓએ દાવો કર્યો હતો કે આ ઘટના તે જગ્યા પાસે થઈ જ્યાંથી ત્સાંગપો નદી અરૂણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. 

આ પણ વાંચોઃ Republic Day 2022: ગણતંત્ર દિવસ પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ શરૂ, આ વખતે જોવા મળશે પાંચ ખાસિયતો  

સેનાએ ચીન સાથે સંપર્ક સાધ્યો
20 જાન્યુઆરીએ ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીનની સેનાનો હોટલાઇન પર સંપર્ક કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને કહ્યું છે કે શિકાર અને જડીબુટ્ટીઓની શોધમાં ગયેલો 17 વર્ષનો મીરામ તારોન પોતાનો રસ્તો ખોઈ બેઠો છે અને મળી રહ્યો નથી. પીપલ્સ લિબરેશન આર્મીને ટીનેજરને શોધી કાઢવા અને પ્રોટોકોલ મુજબ તેને ભારત પરત મોકલવા વિનંતી કરવામાં આવી છે.

તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જંગનાન (ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ અથવા જંગનાન કહે છે) ચીનના ઝિયાંગ ક્ષેત્રનો ભાગ છે. ચીને હંમેશા જંગનાન પર ભારતના ગેરકાયદેસર અતિક્રમણનો વિરોધ કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મી કાયદા અનુસાર સરહદને નિયંત્રિત કરે છે અને ગેરકાયદેસર સરહદ પ્રવેશ અને બહાર નીકળવા પર કડક કાર્યવાહી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More