નવી દિલ્હીઃ ભારતીય સેનાનો ડ્રેસ કેટલાક સમય પછી તમને બદલાયેલો જોવા મળી શકે છે. સૈનિકો માટેના ડ્રેસને વધુ આરામદાયક અને સ્માર્ટ બનાવવા માટે ભારતીય સેના દ્વારા સુચનો મગાવાયા છે. દુનિયાની જુદી-જુદી સેનાઓના ડ્રેસને પણ ચકાસવામાં આવી રહ્યા છે. નવા જમાના પ્રમાણે સૈનિકોના ડ્રેસમાં ફેરફાર કરવાની વિચારણ ચાલી રહી છે. આજે દુનિયામાં યુદ્ધના હથિયારો પણ નવા પ્રકારના આવી ગયા છે અને સાથે જ ભારતમાં બદલાતી ઋતુઓ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને જવાનોના ડ્રેસ અંગે દરેક વિકલ્પ પર સેના વિચારણા કરી રહી છે.
નવા યુગનો સ્માર્ટ ડ્રેસ
ભારતીય સેનાના વડામથકના ઉચ્ચ પદ પર રહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના ડ્રેસના કાપડમાં પણ ફેરફાર કરી શકાય છે. અત્યારે જે મહેંદી રંગનો ડ્રેસ છે તે ટેરીકોટન હોય છે અને તે ઉનાળા તથા ભેજવાળા વાતાવરણ માટે આરામદાયક નથી. સેનાએ તેને પોતાના જૂના કોટનના ડ્રેસના વિકલ્પમાં અપનાવ્યો હતો. બીજો મહત્વપૂર્ણ ફેરફાર ખભા પર લગાવાતા રેન્ક અંગે થઈ શકે છે. રેન્કને ખભાના સ્થાને બટનની પટ્ટીની વચ્ચે લગાવાની વિચારણ ચાલી રહી છે. કારણ કે, દુનિયાની અનેક સેનાઓમાં રેન્ક આ રીતે જ લગાવાય છે.
બેલ્ટ પણ છે ચર્ચાનો મુદ્દો
આ ઉપરાંત, ચર્ચાનો મહત્વનો મુદ્દો પટ્ટો છે. સામાન્ય રીતે જવાનો ચામડાનો બેલ્ટ પહેરતા હોય છે, જેમાં બક્કલમાં રેજિમેન્ટનું નિશાન હોય છે. કાર્યવાહી દરમિયાન પહેવરામાં આવતો બેલ્ટ કેનવાસનો હોય છે, જેમાં પાણીની બોટલ લગાવા માટે અલગથી હૂક હોય છે. બંને પ્રકારના બેલ્ટ પેન્ટના ઉપર જ પહેરવામાં આવે છે. હવે, તેને વધુ સ્માર્ટ અને આરામદાયક બનાવવા માટે પેન્ટના અંદર જ રાખવાનો વિચાર કરાઈ રહ્યો છે. સાથે જ પેન્ટ અને શર્ટનો રંગ પણ અલગ-અલગ રાખવાનો વિચાર છે, જેથી ડ્રેસ વધુ સ્માર્ટ દેખાય.
કમલ હાસનના વિવાદિત નિવેદનથી ભાજપ નારાજ, ચૂંટણી પંચને કમલ પર પ્રતિબંધ મુકવા કર્યું સુચન
ત્રણ વખત બદલાયો છે ડ્રેસ
ભારતીય સેનાના ડ્રેસમાં આ ચોથી વખત ફેરફાર તશે. પ્રથમ વખત આઝાદી પછી પાકિસ્તાનની સેનાથી જૂદી પાડવા માટે તેને ખાખીમાંથી મહેંદી રંગનો ડ્રેસ કરાયો હતો. પાકિસ્તાની સેના હજુ પણ ખાખી ડ્રેસનો જ ઉપયોગ કરે છે. બીજી વખત 1980માં બેટલ ફટીગ એટલે કે કાર્યવાહી દરમિયાન પહેરવામાં આવતા ડ્રેસને કોટનમાંથી બદલીને ડિસરપ્ટીવ પેટર્ન બેટલ ડ્રેસ કરાયો હતો.
એ સમયે એવી દલીલ કરાઈ હતી કે, કોટનના કાપડનો રંગ ઝડપથી ઉડી જાય છે અને નવા ડ્રેસથી સેનાને લોકેશન પ્રમાણે છુપાઈ જવામાં વધુ સરળતા રહેશે. જોકે, આ કપડું પોલિસ્ટર હતું અને તે ભારતના ગરમ તથા ભેજવાળા વાતાવરણ માટે આરામદાયક ન હતું. જોકે, યુદ્ધના મેદાનના આ ડ્રેસને મળતા આવતા ડ્રેસનો ઉપયોગ અન્ય અર્ધસૈનિક દળ જેમ કે BSF, CRPF દ્વારા શરૂ કરાયો. આથી સેનાએ પોતાની અલગ ઓળખ રાખવા માટે 2005માં યુદ્ધ માટેના ડ્રેસના રંગમાં ફેરફાર કરાયો હતો.
મધર્સ ડેના દિવસે ઈરોમ શર્મિલાને મળી બેવડી ખુશી, આપ્યો જોડીયા બાળકોને જન્મ
ભારતીય સેના 5 પ્રકારના ડ્રેસ પહેરે છે
1. જનરલ ડ્યુટી ડ્રેસઃ મહેંદી રંગની પેન્ટ અને શર્ટ હોય છે. શિયાળામાં પીચ રંગના શર્ટ સાથે કાળા રંગની ટાઈ, લીલા રંગની પેન્ટ અને બ્લેઝર પહેરવામાં આવે છે.
2. બ્લ્યૂ પેટ્રોલ (Blue Patrol) સેરેમોનિયલ ડ્રેસ હોય છે, જેમાં પેન્ટની સાથે બંદ ગળાના કોટના અંદર ખભા પર રેન્કના બેજ પહેરવાના હોય છે.
3. મેસ કે ડિનર યુનિફોર્મ અલગ હોય છે, જેમાં કાળા કોટની સાથે પેન્ટ પહેરવામાં આવે છે. આ ડ્રેસ બ્લ્યૂ પેટ્રોલની સરખામણીએ ઓછો પહેરાય છે. ઉનાળામાં મેસ ડ્રેસમાં અડધી બાંયના સફેદ શર્ટને રેજિમેન્ટ મુજબ ડિઝાનના કમરબંદ સાથે પહેરવામાં આવે છે.
4. સેરિમોનિયલ્સ ડ્રેસઃ ગાર્ડ ઓફ ઓનર, શ્રદ્ધાંજલિ કે સૈનિક સન્માન સાથે કરવામાં આવતા અંતિમ સંસ્કારમાં પહેરવામાં આવે છે. તેને પાઘડી, સ્કાર્ફ, કમરબંધ, મેડલ અને ડેકોરેશન સાથે પહેરવામાં આવે છે. ઉનાળામાં તેમાં અડધી બાંયનો શર્ટ અને પેન્ટ, શિયાળમાં એ સમયે પહેરવા માટે ખાસ ડ્રેસ હોય છે.
5. યુદ્ધના સમયે પહેરવામાં આવતો ડ્રેસ પણ અલગ હોય છે. જેમાં ડિસરપ્ટીવ પેટર્ન (Disruptive Pattern) હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે