Travel Advisory For Indians: ભારતીય દૂતાવાસે કંબોડિયામાં રહેતા ભારતીયો અને કંબોડિયાની યાત્રા પર જતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ભારતીયોને કંબોડિયામાં ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કંબોડિયામાં રહેતા ભારતીયોએ વિરોધ પ્રદર્શનો અને ભીડથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હિંસક બની શકે છે. થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર સ્થિત શહેરોમાં મુસાફરી કરવી જોખમી હોઈ શકે છે. સીએમ રીપ અને અંગકોર વાટ જેવા મુખ્ય પર્યટન સ્થળોને સલામત માનવામાં આવે છે, પરંતુ સાવચેતી રાખવી જોઈએ.
Indian Embassy in Cambodia issues an advisory for Indian Nationals living in the country pic.twitter.com/KAYddGHKVd
— ANI (@ANI) July 26, 2025
એટલા માટે જાહેર કરાઈ છે એડવાઈઝરી
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ હોવાથી આ એડવાઝરી જારી કરવામાં આવી છે, જેના કારણે બંને દેશોની સરહદ અસ્થાયી રૂપે બંધ છે. મે અને જુલાઈ 2025 માં બંને દેશો વચ્ચેની સરહદ પર તણાવ વધ્યો હતો, જેના કારણે પ્રેયાહ વીહેયર મંદિર, તા ક્રાબે /તા ક્વાઇ મંદિર અને તામોન થોમ/તા મુએન થોમ જેવા વિસ્તારો પ્રભાવિત થયા હતા. એટલા માટે ભારતીયોએ આ વિસ્તારોમાં મુસાફરી ન કરવી જોઈએ. આ વિસ્તારોમાં સંઘર્ષ, લશ્કરી હુમલાઓ અને લેન્ડમાઇન વિસ્ફોટોને કારણે મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં તમે ભારતીય દૂતાવાસ અથવા હેલ્પલાઇન નંબર 012 910 336 પર સંપર્ક કરી શકો છો.
થાઇલેન્ડ માટે પણ જાહેર કરવામાં આવી એડવાઝરી
તમને જણાવી દઈએ કે ગઈકાલે ભારતીય દૂતાવાસે થાઇલેન્ડ માટે એડવાઝરી જાહેર કરી હતી. થાઇલેન્ડમાં રહેતા ભારતીયો અને પર્યટન માટે થાઇલેન્ડ જતા ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને કારણે લોકોને કંબોડિયા અને મલેશિયાની સરહદ પર આવેલા શહેરોમાં જવાનું ટાળવા કહેવામાં આવ્યું છે. લોકોને બુરી રામ, સી સાકેત, સુરીન, ઉબોન રતચાથાની રાજ્યો અને ચાંથાબુરી અને ત્રાટ રાજ્યોના 8 જિલ્લાઓની બિન-આવશ્યક મુસાફરી ટાળવા કહેવામાં આવ્યું છે.
Embassy of India, Bangkok says, "In view of the situation near Thailand-Cambodia border, all Indian travellers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom. pic.twitter.com/05R4go5ET3
— ANI (@ANI) July 25, 2025
થાઇલેન્ડના 8 જિલ્લામાં લાગુ છે માર્શલ લો
એડવાઝરીમાં કહેવામાં આવ્યું છે કે મલેશિયા અને થાઇલેન્ડની સરહદ પર આવેલા યાલા, પટ્ટાની, નારાથીવાટ અને સોંગખલા (ચાના, ના થાવી, થેફા, સબા યોઇ જિલ્લાઓ) માં આતંકવાદી હુમલાઓ અને હિંસક ઘટનાઓને કારણે, ભારતીયોને બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે આ વિસ્તારોમાં માર્શલ લો લાગુ છે. બેંગકોક, ચિયાંગ માઇ, ફુકેટ અને પટ્ટાયા જેવા પ્રવાસી વિસ્તારો સામાન્ય રીતે સલામત છે, પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં, ભારતીય દૂતાવાસ અથવા થાઈ પ્રવાસી પોલીસ (1155) નો સંપર્ક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે