Home> India
Advertisement
Prev
Next

અહીં દિલ બોલે છે અને દિલ સાંભળે છે દિલની વાત! એક એવું ગામ જ્યાં કોઈ બોલી કે સાંભળી નથી શકતુ!

આ ગામ જમ્મુમાં છે. આ ગામનું નામ ડડકાઈ છે, જે ડોડાના ગંદોહ તાલુકાના ભલેસા બ્લોકનું એક ગામ છે. ગુર્જરોનું આ ગામ મિની કાશ્મીર કહેવાતા ભદ્રવાહથી લગભગ 105 કિલોમીટરના અંતરે પર્વતની ટોચ પર આવેલું છે.

અહીં દિલ બોલે છે અને દિલ સાંભળે છે દિલની વાત! એક એવું ગામ જ્યાં કોઈ બોલી કે સાંભળી નથી શકતુ!

Indian Village: કહેવાય છે કે વાસ્તવિક ભારત ગામડાઓમાં વસે છે. હકિકતમાં આ ગામના દરેક પરિવારમાં આ સમસ્યા છે અને દરેક પરિવારના અડધા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવું કેટલાક જીન સિન્ડ્રોમના કારણે થાય છે અને ગામના કેટલાક લોકો તેને અભિશાપ માને છે. આવો જાણીએ તેની પાછળનું કારણ. આ ગામોમાં આપણે વિવિધ પ્રકારના લોકો મળે છે. વિવિધ પ્રકારના ગામોમાં એક ગામ એવું પણ છે, જ્યાં અડધી વસ્તી બહેરી-બોબડી છે. આ ગામ જમ્મુ રાજ્યમાં આવેલું છે જ્યાં અડધા બાળકો ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે.

fallbacks

જમ્મુમાં છે આ ગામ?
આ ગામ જમ્મુમાં છે. આ ગામનું નામ ડડકાઈ છે, જે ડોડાના ગંદોહ તાલુકાના ભલેસા બ્લોકનું એક ગામ છે. ગુર્જરોનું આ ગામ મિની કાશ્મીર કહેવાતા ભદ્રવાહથી લગભગ 105 કિલોમીટરના અંતરે પર્વતની ટોચ પર આવેલું છે. ગામની પરિસ્થિતિને એ રીતે સમજો કે કુટુંબમાં માતા બોલી શકે છે તો તેના બાળકો બોલી શકતા નથી. તો બીજી તરફ એવા ઘણા પરિવારો છે, જેમની સમસ્યા એ છે કે અહીં જન્મેલા બાળકો બહેરા અને મૂંગા જન્મે છે. ગામમાં આવી બિમારીના કારણે આ ગામના લોકો લગ્ન કરતા શરમાતા હોય છે. જે પરિવારોમાં બહેરા લોકો હોય તેવા પરિવારો સાથે લગ્ન કરવાનું પણ શક્ય નથી, કારણ કે વારસાગત રોગને કારણે આ ગામમાં લોકો લગ્નથી દૂર રહે છે. અહીંના લોકો આંતરવિવાહ પણ વધારે કરે છે, જેના કારણે આ સમસ્યા હજુ પણ રહે છે.

DW ના એક રિપોર્ટ અનુસાર, આ ગામમાં કુલ 78 લોકો છે, જે ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે. લગભગ 105 પરિવારો અહીં રહે છે. તેમાંથી અડધા લોકો બહેરા-મૂંગા છે. હવે આ ગામ ખામોશ ગામ તરીકે ઓળખાય છે. નોંધનીય છે કે ડડકાઈ ગામમાં બહેરા બાળકનો જન્મ થવાનો પ્રથમ કેસ વર્ષ 1901માં નોંધાયો હતો. 1990 માં અહીં 46 બહેરા લોકો હતા અને કેટલાક પરિવારો આ રોગને કારણે પંજાબ અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.

વૈજ્ઞાનિકો આનું કારણ આનુવંશિક ખામી ગણાવે છે. તેઓ કહે છે કે અલગ-અલગ સમુદાયો વચ્ચેના લગ્નને કારણે આ વિકૃતિ વધુ ફેલાઈ છે. ગામના ઘણા લોકો તેમના બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. જો કે, ગામમાં તેના વિશે કેટલીક કહાનીઓ છે અને તેને શ્રાપ તરીકે પણ જોવામાં આવે છે. હવે આ સમસ્યાથી લોકો ખૂબ જ ચિંતિત છે અને લોકો બાળકો માટે ખૂબ જ ચિંતિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More