Home> India
Advertisement
Prev
Next

'મોનિકા ઓહ માય ડાર્લિંગ...' પર ઈન્ડિયન નેવી બેન્ડનું જબરદસ્ત પરફોર્મન્સ, Video જોઈ ખુશ થઈ જશો

26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની પરેડ પહેલા રાજપથ પર રિહર્સલ જોરશોરથી થઈ રહ્યું છે. ભારત સરકારે શનિવારે આર-ડે સમારોહ માટે ભારતીય નેવીના પૂર્વાભ્યાસનો વીડિયો ટ્વીટ કર્યો.

'મોનિકા ઓહ માય ડાર્લિંગ...' પર ઈન્ડિયન નેવી બેન્ડનું જબરદસ્ત પરફોર્મન્સ, Video જોઈ ખુશ થઈ જશો

નવી દિલ્હી: 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની પરેડ પહેલા રાજપથ પર રિહર્સલ જોરશોરથી થઈ રહ્યું છે. ભારત સરકારે શનિવારે આર-ડે સમારોહ માટે ભારતીય નેવીના પૂર્વાભ્યાસનો વીડિયો ટ્વીટ કર્યો. વીડિયોમાં ભારતીય નેવીના જવાનોના બેન્ડને વર્દી પહેરેલી અને રાઈફલ પકડેલા જોઈ શકાય છે. તમામ જવાનો વિજય ચોક પર પરેડ માર્ચ માટે એક બોલીવુડ ગીત પર અભ્યાસ કરતા જોવા મળ્યા. 

fallbacks

જવાના રિહર્સલ દરમિયાન વાગી ગજબની ધૂન
ભારતીય જવાનોને 1967ની ફિલ્મ કારવાના જાણીતા ગીત પિયા તુ અબ તો આજા....ની ધૂન વગાડતા અને માર્ચ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગીત ભારતીય નેવી બેન્ડ દ્વારા ઉત્સાહ સાથે વગાડવામાં આવી રહ્યું છે. 2.25 મિનિટ લાંબા આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવાયો છે. 

ગેસ સિલિન્ડર પર લખેલો આ નંબર છે ખુબ જ મહત્વનો, તેના વિશે ખાસ જાણો નહીં તો પસ્તાશો

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
વીડિયોને @mygovindiaએ ટ્વિટર પર પોતાના અધિકૃત એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું કે શુ નજારો છે! આ વીડિયો ચોક્કસપણે તમારા રૂવાંડા ઊભા કરી દેશે? શું તમે અમારી સાથે 73માં ગણતંત્ર દિવસ સમારોહને જોવા માટે તૈયાર છો? સશસ્ત્ર દળો દ્વારા વગાડવામાં આવેલી આ ધૂન સાચે જ નવાઈ પમાડે તેવું છે. ટ્વિટર યૂઝર્સ વીડિયો જોઈને ઝૂમી ઉઠ્યા. તેમણે કમેન્ટ બોક્સમાં પ્યારા, શાનદાર જેવા મેસેજ લખ્યા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More