Home> India
Advertisement
Prev
Next

પહેલગામ હુમલા બાદ ભારતે સમુદ્રમાં ઉતાર્યો 'કાળ', જોઈને થર-થર કાપશે પાકિસ્તાન

INS Surat: ભારત દરેક વિભાગમાં પોતાની તાકાત વધારવા પર સતત ભાર મૂકી રહ્યું છે. આ અંતર્ગત આજે ઈન્ડિયન નેવીએ INS સુરતથી સ્વદેશી રીતે નિર્મિત વિનાશક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

પહેલગામ હુમલા બાદ ભારતે સમુદ્રમાં ઉતાર્યો 'કાળ', જોઈને થર-થર કાપશે પાકિસ્તાન

INS Surat: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત આજે ભારતીય નેવીએ INS સુરતથી સ્વદેશી માર્ગદર્શિત વિનાશક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું છે. આ ઈન્ડિયન નેવીની રક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

fallbacks

ઈન્ડિયન નેવીએ શું કહ્યું?
આ અંગે ઈન્ડિયન નેવીએ જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વદેશી યુદ્ધ જહાજ ડિઝાઇન, વિકાસ અને સંચાલનમાં ભારતીય નેવીની વધતી જતી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, તે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. આ ભારતીય નેવીની દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેના તેના સમર્પણનો પુરાવો છે. નોંધનીય છે કે, આ મિસાઈલ સપાટીથી હવામાં હુમલો કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More