Home> India
Advertisement
Prev
Next

Indian Railway: ભારતમાં રેલવેનો પાયો ક્યાંથી નંખાયો? ક્યાં બન્યુ હતુ પહેલું રેલવે સ્ટેશન? જાણો રેલવેનો રસપ્રદ ઈતિહાસ

ભારતમાં રેલવે કનેક્ટીવીટનું મોટું નેટવર્ક આવેલું છે.અનેક સુવિધાથી આજે રેલવે સજ્જ જોવા મળી છે.સ્ટીમ એન્જીનથી આજે ઈલેક્ટ્રીક ટ્રેન સુધીનો વિકાસ જોવા મળી રહ્યો છે.ત્યારે ભારતમાં રેલવેને પાયો નંખાયાનો પણ રોચક ઈતિહાસ છે. 

Indian Railway: ભારતમાં રેલવેનો પાયો ક્યાંથી નંખાયો? ક્યાં બન્યુ હતુ પહેલું રેલવે સ્ટેશન? જાણો રેલવેનો રસપ્રદ ઈતિહાસ

નરેશ ધારાણી, અમદાવાદઃ ભારતમાં રેલવે કનેક્ટીવીટનું મોટું નેટવર્ક આવેલું છે.અનેક સુવિધાથી આજે રેલવે સજ્જ જોવા મળી છે.સ્ટીમ એન્જીનથી આજે ઈલેક્ટ્રીક ટ્રેન સુધીનો વિકાસ જોવા મળી રહ્યો છે.ત્યારે ભારતમાં રેલવેને પાયો નંખાયાનો પણ રોચક ઈતિહાસ છે. યાત્રા માટે ભારતમાં રેલવે જીવાદોરી સમાન માનવામાં આવે છે.ટ્રેનમાં અડધું ભારત ધબકે છે.ત્યારે ભારતમાં વર્ષોથી મુસાફરી માટે રેલવે લોકોની પહેલી પસંદ રહ્યું છે.એટલે જ ભારત વિશ્વનું સૌથી મોટા રેલવે નેટવર્કમાં ચોથું સ્થાન મેળવ્યું છે. 

fallbacks

fallbacks

ભારતમાં રેલ્વેની શરુઆત અંગ્રેજોના શાસનકાળમાં થઇ હતી. ભારતીય રેલવેનો ઈતિહાસ 168થી વધુ વર્ષ જુનો થઇ ચુક્યો છે. ઇન્ડીયન રેલવેની પહેલી ટ્રેન 19મી સદીમાં પાટા પર દોડી હતી.પરંતુ આજે ઇન્ડિયન રેલ્વે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક બની ગયું છે.

ભારતમાં ક્યારે અને ક્યાં ચાલી હતી પહેલી ટ્રેન?  
ભારતમાં પહેલી ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ બંબઈ (આજનું મુંબઈ) ના બોરી બંદર સ્ટેશન (આજનું છત્રપતિ શિવાજી ટર્મિનલ)થી થાણે વચ્ચે ચલાવવામાં આવી હતી. દેશની આ પહેલી ટ્રેન વરાળવાળા એન્જીન (સ્ટીમ એન્જીન)થી ચલાવવામાં આવી હતી.પ્રથમ ટ્રેનની પહેલી મુસાફરી 400 મુસાફરો સાથે 34 કિલોમીટર લાંબી હતી. ભારતમાં તે સમયે ટ્રેનની શરુઆત દેશની સૌથી મોટી સિદ્ધીઓમાંથી એક હતી.

ભારતની પહેલી ‘હેરિટેજ’ અને ‘ટોય ટ્રેન’ 
ભારતની પહેલી હેરિટેજ ટ્રેનનું નામ ‘ફેયરી ક્વીન’ હતું. વર્ષ 1881માં આ ટ્રેન પહેલી વખત પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં ચલાવવામાં આવી હતી.જેમાં વિશ્વનું સૌથી જુનું વરાળ એન્જીન લગાવવામાં આવ્યું હતું. આ ટ્રેનનું નિર્માણ 1855માં બ્રિટીશ કંપની કિટસને કર્યું હતું. વર્ષ 1997 બાદ આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો આપી દોડવવામાં આવી.જેમાં મુસાફરી કરવા માટે આખા દેશમાંથી લોકો દાર્જીલિંગ જાય છે.

ટ્રેનમાં ટોયલેટની શરૂઆત ક્યારે થઈ હતી 
ઈ.સ. 1909માં ટ્રેનમાં પ્રવાસીઓ માટે પ્રથમ વખત ટોયલેટની સુવિધા શરૂ કરવામાં આવી.આ પહેલા ટ્રેનમાં ટોયલેટની સુવિધા નહોંતી.વર્ષ 1891માં ટ્રેનના પ્રથમ શ્રેણીના ડબામાં જ ટોયલેટની સુવિધા હતી.પરંતુ પશ્ચિમ બંગાળના એક પ્રવાસી અખિલ ચંદ્ર સેને રેલ્વે સ્ટેશનને પત્ર લખી ફરિયાદ કરી હતી કે તે લઘુશંકા કરવા ગયો અને તેની ટ્રેન છૂટી ગઈ હતી.રેલવે તંત્રયે આ ફરિયાદને ધ્યાનમાં લઈ તમામ ડબામાં ટોયલેટની સુવિધા શરૂ કરાવી. 

fallbacks

દેશની સૌથી ઝડપી ટ્રેન ક્યારે ચાલી 
દિલ્લી-ભોપાલ વચ્ચે દેશની સૌથી ઝડપી ટ્રેન ચલાવવામાં આવી હતી.દેશની સૌથી ઝડપી ગતિથી ચાલતી ટ્રેન ‘શતાબ્દી એક્સપ્રેસ’ વર્ષ 1988માં દિલ્લી અને ભોપાલ વચ્ચે દોડાવાઈ હતી.જેની ગતિ 150 કીલોમીટર પ્રતિ કલાક હતી.જેને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર શરૂ કરવામાં આવી હતી. 

ભારતીય રેલવેના નામે છે અનેક વિશ્વ રેકોર્ડ 
ભારતીય રેલ્વેના નામે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા છે.જેમાં ચિનાબ નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે.જેની ઉંચાઈ પેરીસના એફિલ ટાવરથી પણ વધુ છે. ઈન્ડિયન રેલવે અમેરિકા, ચીન અને રશિયા પછી દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. જે લગભગ 1 લાખ 15 હજાર કિલોમીટર લાંબા રેલવે ટ્રેકમાં ફેલાયેલું છે.

દરરોજ ભારતમાં અઢી કરોડ લોકો રેલવમાં કરે છે પ્રવાસ 
ભારતીય ટ્રેનોમાં પ્રતિ દિવસ લગભગ 2.5 કરોડ લોકો પ્રવાસ કરે છે. ભારતમાં નાના મોટા લગભગ 7,500 રેલ્વે સ્ટેશન છે. નવી દિલ્લી રેલવે સ્ટેશનનું નામ દુનિયાના સૌથી મોટા ‘રૂટ રીલે ઈંટરલોકીંગ સીસ્ટમ’ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં  નોંધાયું છે. વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનો રેકોર્ડ પણ ભારતીય રેલવેના નામે જ છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ 1366.33 મીટર છે.

ભારતમાં પહેલી મેટ્રો ટ્રેન ક્યારે શરૂ થઈ 
ભારતમાં પહેલી વખત મેટ્રો ટ્રેનની શરુઆત 1984માં કોલકાતામાં થઇ હતી.તેના 18 વર્ષ પછી 24 ડીસેમ્બર 2002ના રોજ દિલ્હી મેટ્રોની શરુઆત થઇ હતી.વર્તમાન સમયમાં દેશના 13 રાજ્યમો મેટ્રો ટ્રેન દોડો છે.જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.આઝાદીના 4 વર્ષ પછી વર્ષ 1951માં ઈન્ડિયન રેલવેનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. જેથી હાલ 14 લાખ કર્મચારીઓને રોજગારી આપનાર ભારતનું મહત્વપૂર્ણ વિભાગ બની ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More