ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારની આંખોમાં રશિયા અને ભારતની મિત્રતા જાણે કણાંની જેમ ખૂંચી રહી છે. ટ્રમ્પ હાલતા ચાલતા રશિયા પાસેથી ભારતની તેલની ખરીદી પર સવાલ ઉઠાવતા રહે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી થતી ઓઈલની આયાતને રોકી છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી થતી ઓઈલની આયાતને રોકી નથી.
ન્યૂઝ એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલે શનિવારે જણાવ્યું કે ભારતીય રિફાઈનર્સ (ભારતીય કંપનીઓ) ઓઈલ ઈમ્પોર્ટ સંલગ્ન નિર્ણયો ક્રૂડ ઓઈલની ગુણવત્તા, લોજિસ્ટિક્સ અને અન્ય આર્થિક પહેલુઓને ધ્યાનમાં રાખીને લે છે. ભારતીય ઓઈલ કંપનીઓ રશિયન આપૂર્તિકર્તાઓ પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.
શું કરાયો હતો દાવો
કાલે આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઈનરી પેટ્રોકેમિકલ જેવી કંપનીઓએ રશિયન ઓઈલની ખરીદીને અસ્થાયી રીતે રોકી છે. હવે આ કંપનીઓ ઓઈલ ખરીદવા માટે મિડલ ઈસ્ટ અને આફ્રિકા તરફ આગળ વધી રહી છે.
Indian Oil refiners continue to source oil from Russia
Read @ANI Story | https://t.co/naFaUQr283#US #Russia #oilimport #DonaldTrump #tariffs pic.twitter.com/yWSxZlkMGu
— ANI Digital (@ani_digital) August 2, 2025
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે તેમના સાંભળવામાં આવ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં અને તેને એક સારું પગલું ગણાવ્યું હતું. જો કે ભારત તરફથી તેને ફગાવતા કહેવાયું કે ઓઈલ ખરીદી હજુ ચાલુ છે. સૂત્રોએ કહ્યું કે રશિયા દુનિયાના બીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ છે અને ભારતે (જે પોતાની 85 ટકા ક્રૂડ ઓઈલની જરૂરિયાતો આયાતથી પૂરી કરે છે) પોતાની ઉર્જા રણનીતિને વર્તમાન પરિસ્થિતિઓ પ્રમાણે ઢાળી છે. જેથી કરીને તે સસ્તી અને વિશ્વસનીય આપૂર્તિ સુનિશ્ચિત કરી શકે.
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલયના પ્રવસ્તા રંધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોની પૂર્તિ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ વિકલ્પો અને હાલની વૈશ્વિક પરિસ્થિતિઓથી ચાલે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો મજબૂત અને સમયની કસોટી પર ખરા ઉતરેલા છે અને તેને કોઈ ત્રીજા દેશના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે