Home> India
Advertisement
Prev
Next

Corona Updates: દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, ફરીથી રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાજનક છે. કેટલાક દિવસથી રોજે રોજ પોણા લાખની આસપાસ નવા કેસ આવી રહ્યાં છે. આજે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા 78,512 દર્દીઓ નોંધાયા છે.

Corona Updates: દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, ફરીથી રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેસ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાજનક છે. કેટલાક દિવસથી રોજે રોજ પોણા લાખની આસપાસ નવા કેસ આવી રહ્યાં છે. આજે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા 78,512 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 36,21,246 થઈ છે. જેમાંથી 7,81,975 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,74,802 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 971 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે  કુલ મૃત્યુઆંક 64,469 થયો છે. 

fallbacks

દેશમાં બહોળા પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અત્યાર સુધીમાં 4,23,07,914 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 8,46,278 નમૂનાનું પરીક્ષણ ગઈ કાલે કરાયું. જેમાંથી 78 હજાર જેટલા સેમ્પલ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં. 

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 16000થી વધુ નવા કોરોના દર્દીઓ ગઈ કાલે નોંધાયા. જ્યારે યુપીમાં 6233 (પહેલીવાર યુપીએ 6000નો આંકડો પાર કર્યો), રાજસ્થાનમાં 1450, મધ્ય પ્રદેશમાં 1558, છત્તીસગઢમાં 1471, અને જમ્મુ કાશ્મીરમાં 786 નવા કેસ નોંધાયા છે. 

દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે ત્યાં ભારતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જો કે રાહતની વાત એ છે મૃત્યુદર એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78% થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો દર ઘટીને 22 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે જે સારો સંકેત છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More