Home> India
Advertisement
Prev
Next

Corona Vaccination: દેશમાં આજે એક કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, ભારતે પાંચમીવાર મેળવી આ સિદ્ધિ

Corona Vaccination: દેશમાં આજે, એક દિવસમાં એક કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ પાંચમી વખત છે કે એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Vaccination: દેશમાં આજે એક કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, ભારતે પાંચમીવાર મેળવી આ સિદ્ધિ

નવી દિલ્હીઃ Corona Vaccination: દેશમાં આજે એક દિવસમાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવુ પાંચમી વખત બન્યું છે જ્યારે દેશમાં એક દિવસમાં પાંચ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પ્રમાણે દેશમાં વેક્સીનેશનનો આંકડો 86 કરોડને પાર થઈ ગયો છે. 

fallbacks

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરતા કહ્યુ, 'દેશને શુભેચ્છા, અમે વધુ એક કરોડ કોરોના વેક્સિનના ડોઝ લગાવ્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના પર પ્રહાર કર્યો. 5મી વખત એક કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ હાસિલ કર્યો.'

દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 26,041 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. તો સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને  2,99,620 થઈ, જે 191 દિવસમાં સૌથી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે 8 કલાકે આપવામાં આવેલા આંકડા પ્રમાણે સંક્રમણથી 276 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને  4,47,194 થઈ ગયો છે. દેશમાં હજુ 2,99,620 લોકોની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસના 0.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 3856નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.78 ટકા છે. 

આ પણ વાંચોઃ CM યોદીએ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જિતિન પ્રસાદને મળી આ જવાબદારી

આંકડા અનુસાર છેલ્લા 92 દિવસથી એક દિવસમાં કોરોનાના 50 હજારથી નવા કેસ સામે આવી રહ્યાં છે. દૈનિક સંક્રમણ દર 2.24 ટકા છે, જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. તો સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા છે, જે છેલ્લા 94 દિવસથી ઓછો છે. અત્યાર સુધી કુલ 3,29,31,972 લોકો સાજા થઈ ચુક્યા છે અને કોરોનાથી દેશમાં મૃત્યુદર 1.33 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More