Home> India
Advertisement
Prev
Next

પાણી માટે વલખા મારતું હતું આ ગામ, ગ્રામીણોએ જાત મહેનતે ચપટીમાં દૂર કરી સમસ્યા

મધ્ય પ્રદેશના ઈન્દોર નજીક આવેલા કનાડિયા ગામના ગ્રામીણોએ કઈંક એવું કરી બતાવ્યું છે કે જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે.

પાણી માટે વલખા મારતું હતું આ ગામ, ગ્રામીણોએ જાત મહેનતે ચપટીમાં દૂર કરી સમસ્યા

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોર નજીક આવેલા કનાડિયા ગામના ગ્રામીણોએ કઈંક એવું કરી બતાવ્યું છે કે જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે. હકીકતમાં આ ગામ પાણી માટે તરસી રહ્યું હતું પરંતુ આખા ગામના લોકોએ તનતોડ મહેનત કરીને નદીને એટલી ઊંડી કરી દીધી કે હવે આખું વર્ષ આ ગામમાં પાણીની જરાય તકલીફ નહીં પડે.ખાસ વાત એ છે કે આ ગ્રામીણોએ સરકાર પાસેથી કોઈ મદદ લીધી નથી. જ્યારે નિગમે મદદના નામે ફક્ત એક પોકલેન અને એક જેસીબી મશીન આપી હતી. 

fallbacks

અત્રે જણાવવાનું કે કનાડિયા ગામ ઈન્દોરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. પરંતુ આમ છતાં ગામડામાં પાણીની ખુબ તંગી હતી. એક સમય એવો હતો કે ગ્રામીણો પાણી માટે વલખા મારતા હતાં અને આખા ગામનું ભૂગર્ભ જમીન સ્તર એકદમ નીચે જતું રહ્યું હતું. આ ગામના હેન્ડપંપ પણ બંધ હતાં. પાણીની આટલી વિકરાળ સમસ્યા જોતા અહીંના ગ્રામીણોએ જ આ સમસ્યાને દૂર કરવાનું બીડું ઉઠાવ્યું અને સરકારની મદદ વગર નદીને ઊંડી કરવામાં લાગી ગયાં. 

તમામ ગ્રામીણોએ મળીને માત્ર 20 દિવસમાં આ નદીને જીવિત કરી દીધી અને આ નદી પર એક ડેમનું નિર્માણ કરી દીધું. નદીને તેમણે 15 ફૂટ ઊંડી કરી નાખી. આ નદી પહેલા જ વરસાદથી 10 ફૂટ સુધી ભરાઈ ગઈ છે અને ભૂગર્ભ જળ પણ વધી ગયું છે. ગ્રામીણોની મહેનત એટલી રંગ લાવી કે અહીંના હેન્ડપંપ પણ પુર્નજીવિત થઈ ગયા છે. આ નદીનું નામ કંકાવતી છે જે ક્ષિપ્રામાં ભળે છે. થોડા દિવસ અગાઉ આ નદી સૂકી પડી હતી. પાણીની અછતના કારણે આ ગ્રામીણોએ કઈંક કરી બતાવવાનું નક્કી કરી દીધુ અને કામ પર લાગી ગયાં. 

જુઓ LIVE TV

આઠ હજારની વસ્તીવાળા આ ગામમાં બધાએ આ કામમાં સહયોગ આપ્યો અને ધોમધખતા તાપમાં પણ કામને અંજામ આપવામાં લાગી રહ્યાં. આ ગ્રામીણોના જણાવ્યાં મુજબ દરેક ઘરમાંથી ફાળો ઉઘરાવવામાં આવ્યો અને લોકો તેમા જોડાતા ગયાં અને આમ કારવા બનતો ગયો. લોકોએ પોતાની હેસિયત મુજબ આ નેક કામમાં મદદ કરી અને ફાળા તરીકે 20 લાખ રૂપિયા ભેગા થઈ ગયાં. આ રીતે ગ્રામીણોએ સરકારી મદદ વગર જળ સંચય યોજનાને અંજામ આપ્યો. 

હવે આ ગામમાં પહેલા જ વરસાદથી એટલું બધુ પાણી ભેગુ થઈ ગયું છે કે આખુ વર્ષ ગામવાસીઓને પાણીની તકલીફ નહીં પડે. આ ગ્રામીણોએ નદીની બંને બાજુ હરિયાળીનું ખાસ ધ્યાન રાખ્યું છે. જ્યાં લીમડો, પીપળો અને અનેક અન્ય વૃક્ષના રોપા વાવ્યા છે. જેનાથી પર્યાવરણ પણ સારું રહેશે. આ ગ્રામીણોએ ખરેખર જે કર્યું તે વખાણને લાયક છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More