Home> India
Advertisement
Prev
Next

ISIS સાથે જોડાયેલા બે સંદિગ્ધોની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઓખલા (Okhla)થી રવિવારે ધરપકડ કરવામાં આવેલા બે સંદિગ્ધોની પાસેથી એકદમ ભટકાઉ સાહિત્ય પ્રાપ્ત થયું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી હિના બશીર બેગ ISISની મેગેજીનમાં આર્ટિકલ લખે છે અને પોતાના પતિ જહાનજેબ સામી સાથે મળીને CAA ના વિરોધના નામે એક મોટું કાવતરું રચી રહી હતી. 

ISIS સાથે જોડાયેલા બે સંદિગ્ધોની ધરપકડ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ઓખલા (Okhla)થી રવિવારે ધરપકડ કરવામાં આવેલા બે સંદિગ્ધોની પાસેથી એકદમ ભટકાઉ સાહિત્ય પ્રાપ્ત થયું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી હિના બશીર બેગ ISISની મેગેજીનમાં આર્ટિકલ લખે છે અને પોતાના પતિ જહાનજેબ સામી સાથે મળીને CAA ના વિરોધના નામે એક મોટું કાવતરું રચી રહી હતી. 

fallbacks

તમને જણાવી દઇએ કે પોલીસની સ્પેશિયલ સેલે રવિવારે જહાનજેબ સામી અને તેની પત્ની હિના બશીર બેગની ધરપકડ કરી હતી. બંનેના તાર આઇએસઆઇએસ સાથે જોડાયેલા છે. બંને કાશ્મીરના રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા હતા. સામી એકવાર દુબઇ પણ જઇ ચૂક્યો છે. 

ઓગસ્ટમાં જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ થઇ ગયા બાદ આ બંને પતિ-પત્ની દિલ્હી આવી ગયા હતા. આ બંનેનું કામ ઇન્ટરનેટ સાથે જોડવાનું હતું અને તેમનો હેતુ વધુમાં વધુ લોકોને એન્ટી CAA, NRC પ્રદર્શન સાથે જોડવાનો હતો. તમને જણાવી દઇએ કે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખત કર્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પાબંધી લગાવી હતી. 

તેની પાસેથી જે સાહિત્ય મળી આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે તેમાં લખવામાં આવ્યું છે કે સીએએ એક કાળો કાયદો છે અને જે સીએએના પક્ષમાં તે અમારો દુશ્મન છે. તો બીજી તરફ સાહિત્યમાં એ પણ લખવામાં આવ્યું છે કે દુનિયામાં તે જ રહેશે જે ઇસ્લામ પર રાજ કરશે. 

PFIના મેમ્બરની ધરપકડ
તો બીજી તરફ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઇસ્ટ દિલ્હીના ત્રિલોકપુરીથી PFIના એક સભ્ય દાનિશ અલીની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર આરોપીને રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને સામી અને હિનાની ધરપકડ બાદ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More