Home> India
Advertisement
Prev
Next

પી.ચિદમ્બરમ અને પુત્ર કાર્તીની ખેર નહી, CBI 5 દેશોમાંથી શોધી કાઢશે તેમના કાળાકરતુત

INX મીડિયા કેસમાં આર્થિક ગોટાળા મુદ્દે ફસાયેલા પૂર્વ ગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તી ચિદમ્બરમની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે

પી.ચિદમ્બરમ અને પુત્ર કાર્તીની ખેર નહી, CBI 5 દેશોમાંથી શોધી કાઢશે તેમના કાળાકરતુત

નવી દિલ્હી : INX મીડિયા કેસ (INX media case) માં આર્થિક ગોટાળો કરવાનાં મુદ્દે ફસાયેલા પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ (P.Chidambaram) અને તેના પુત્ર કાર્તી ચિદમ્બરમ (Karti chidambaram) ની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. આ મુદ્દે પુરાવા એકત્ર કરવા માટે સીબીઆઇે પાંચ દેશો પાસે મદદ માંગી છે. તેમાં બ્રિટન, સ્વિત્ઝરલેન્ડ, બરમુડા, મોરેશિયસ અને સિંગાપુરનો સમાવેશ થાય છે.

fallbacks

VIDEO: રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રી બન્યો ત્યારથી હથિયારોની યાદ વધારે આવે છે
આ અગાઉ ગુરૂવારે પૂર્વનાણામંત્રી પી. ચિદમ્બરમે સીબીઆઇ કોર્ટમાં પોતે જ પોતાની વાત મુકી અને આઇએનએક્સ મીડિયા મુદ્દે પોતાનો બચાવ કર્યો. અનુભવ વકીલ ચિદમ્બરમે કહ્યું કે, તેમણે તપાસ એજન્સીનાં તમામ સવાલોનો જવાબ આપ્યો. એક પણ સવાલ એવો નથી રહ્યો જેનો તેમણે જવાબ નથી આપ્યો.
ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે

રાહુલ ગાંધી કાલે શ્રીનગર જાય તેવી શક્યતા, સાથે જશે 9 વિપક્ષી નેતાઓનું દળ
તેમણે કહ્યું કે, તેમને કથિત બિનકાયદેસર ચુકવણી મુદ્દે તેમને કોઇ સવાલ નથી કરવામાં આવ્યો. કોર્ટની સુનવણી દરમિયાન અભિયોજન પક્ષે કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે ઇંદ્રાણી મુખર્જીએ 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. પૂર્વનાણામંત્રીએ કોર્ટને માહિતી આપી કે સીબીઆઇએ તેમને માત્ર આ સવાલ પુછ્યો કે શું તેમના વિદેશમાં ખાતું છે, જેનો તેમણે જવાબ આપ્યો. જો કે ચિદમ્બરમે સીબીઆઇને તેમના પુત્રનાં વિદેશમાં ખાતા હોવા અંગે સકારાત્મક જવાબ આપ્યો. ચિદમ્બરમે અભિષેક સિંઘવી તથા કપિલ સિબ્બલ જેવા વકીલોનો સમુહ થયા બાદ પણ સંક્ષપ્ત દલિલો કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More