Home> India
Advertisement
Prev
Next

INX મીડિયા: સીબીઆઇ અને ઇડી ચિદમ્બરમની કસ્ટડી લેવા ઇચ્છુક

સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું કે, આઇએનએક્સ મીડિયા મુદ્દે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમ પાસેથી હિરાસતમાં પુછપરછની જરૂર છે. આ દલીલ ન્યાયમુર્તિ સુનીલ ગૌડ સમક્ષ આપવામાં આવી. કોર્ટ આઇએનએક્સ મીડિયા સ્કેન્ડલ સંબંધિત ભ્રષ્ટાચાર અને નાણા સંશોધન મુદ્દે ચિદમ્બરમનાં આગોતરા જામીનની માંગ કરનારી અરજી અંગે સુનવણી કરી રહી હતી. 

INX મીડિયા: સીબીઆઇ અને ઇડી ચિદમ્બરમની કસ્ટડી લેવા ઇચ્છુક

નવી દિલ્હી : સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું કે, આઇએનએક્સ મીડિયા મુદ્દે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમ પાસેથી હિરાસતમાં પુછપરછની જરૂર છે. આ દલીલ ન્યાયમુર્તિ સુનીલ ગૌડ સમક્ષ આપવામાં આવી. કોર્ટ આઇએનએક્સ મીડિયા સ્કેન્ડલ સંબંધિત ભ્રષ્ટાચાર અને નાણા સંશોધન મુદ્દે ચિદમ્બરમનાં આગોતરા જામીનની માંગ કરનારી અરજી અંગે સુનવણી કરી રહી હતી. 

fallbacks

ગણતંત્ર દિવસે દારુલ ઉલુમનો વંદેમાતરમ્, ભારત માતા કી જય બોલવાનો ઇન્કાર

કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો અને કહ્યું કે, આગોતરા જામીનની અરજી અંગે ચુકાદો આવવા સુધી ધરપકડથી મળેલી છુટ ચાલુ રહેશે. સીબીઆઇ અને ઇડીની તરફથી રજુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોંગ્રેસ નેતા પુછપરછ દરમિયાન ગોળગોળ જવાબ આપી રહ્યા હતા અને લાંબા જવાબો આપી રહ્યાહ તા. તેમણે કહ્યું કે, ચિદમ્બરમે પોતાની પાસે રહેલી માહિતીનો ખુલાસો નહોતા કરી રહ્યા અને એજન્સી તેમની કસ્ટડીમાં પુછપરછ કરવા માંગે છે, જે ગુણાત્મક રીતે અલગ હોય છે. 

હુડ્ડાનાં ઘરે દરોડા બાદ કોંગ્રેસની ધમકી સરકાર સ્થાયી નથી, ભાજપે કહ્યું આ તેમનું કલ્ચર

કાયદા અધિકારીએ ચિદંબરમના આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા એમ પણ કહ્યું કે, એજન્સીઓ તેમની ધરપકડ કરવા, સંબંધિત કોર્ટ સામે રજુ કરવા અને પુછપરછ માટે પોલીસ રિમાન્ડ પર લેવા માટે પોતાના વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરવાની માંગ કરી રહ્યા છે. ચિદમ્બરમ તરફતી રજુ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, પૂર્વ નાણામંત્રીને જુન 2018માં ફરી એકવાર ફરીથી સીબીઆઇ દ્વારા પુછપરછ માટે બોલાવવામાં આવયા હતા અને પ્રાથમિક ફરિયાદમાં આરોપી સ્વરૂપે પણ તેમનું નામ નથી. તેમણે કહ્યું કે, આ મુદ્દે સ્પષ્ટ રીતે પાંચ આરોપી છે અને તેમાંથી ચાર જામીન પર છે. 

VIDEO: આ વખતે તમે કોને આપશો મત, જુઓ પિતા અને પુત્રનો રોચક સંવાદ

નાણા સંશોધન મુદ્દે સિબ્બલે કહ્યું કે, ચિદમ્બરમ અનેક વખત અને જ્યારે પણ એજન્સીઓ દ્વારા બોલાવવામાં આવ્યો છે, તપાસમાં સમાવેશ થઇ ચુક્યો છે, તે અગાઉ હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા 24 તારીખ સુધી વધારી દીધી હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતાની ભુમિકા 3500 કરોડ રૂપિયાનાં એરસેલ- મેક્સિસ સોદા અને 305 કરોડ રૂપિયાનાં આઇએનએક્સ મીડિયા મુદ્દે અલગ તપાસ એજન્સીઓની તપાસનાં વર્તુળમાં છે. 

કૌભાંડી નીરવ મોદીનો 20 હજાર વર્ગફુટનો આલીશાન રંગ મહેલ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ

સંપ્રગ એક સરકારમાં નાણામંત્રી સ્વરૂપે તેમના કાર્યકાળ દરમિયાન વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (એફઆઇપીબી)નાં બે ઉપક્રમોને મંજુરી આપવામાં આવી હતી. આઇએનએક્સ મીડિયા મુદ્દે સીબીઆઇએ 15 મે, 2017નાં રોજ ફરિયાદ દાખલ કરી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નાણામંત્રી સ્વરૂપે ચિદમ્બરના કાર્યકાળ દરમિયાન 2007માં 305 કરોડ રૂપિયાની વિદેશી રકમ પ્રાપ્ત કરવા માટે મીડિયા સમુહને આપવામાં આવેલી એફઆઇપીબી મંજુરીમાં ગોટાળો થયો. ત્યાર બાદ ઇડીએ ગત્ત વર્ષે આ અંગે ધન સંશોધનનો કેસ દાખલ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More