નવી દિલ્હી : રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સી વાળી મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) એ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝનની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 37 રનથી પરાજીત કરી હતી. આ મેચ મુંબઇનાં મેદાન પર રમાવા છતા ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની લોકપ્રિયતામાં કોઇ જ ઘટાડો આવ્યો નહોતો. દર્શકો તરફથી સતત ધોની-ધોનીના નારા લગાવાઇ રહ્યા હતા. સાથે જ દરેક ઉંમરનાં પ્રશંસકો પોતાનાં પસંદગીના ક્રિકેટર સાથે સેલ્ફી પાડવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા.
લોકસભા 2019: MPમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કમલનાથના પુત્રને મળી ટિકિટ
આ દરમિયાન સ્ટેડિયમમાં એક વૃદ્ધ મહિલા પણ હાથમાં તખ્ખી લઇને ઉભા હતા, જેમાં એમએસધોની માટે આવી છું. તેવું લખેલું હતું. સ્ટાફ તરફથી માહિતી મળતાની સાથે જ કેપ્ટન ધોની પોતાના ખાસ પ્રશંસકને મળવા માટે સીધા ડ્રેસિંગ રૂમથી દોડતા આવ્યા અને તેમણે ખુબ જ આત્મીયતા સાથે વૃદ્ધ મહિલા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલી એક યુવતીએ ધોનીનો ચરણસ્પર્શ કર્યા હતા.
Captain cool, @msdhoni humble 😊
Heartwarming to see this gesture from the legend in Mumbai 🤗 @ChennaiIPL #VIVOIPL pic.twitter.com/6llHlenIzL
— IndianPremierLeague (@IPL) April 4, 2019
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક વૃદ્ધ મહિલા સાથે આવેલી યુવતીએ ધોનીને પોતાનો મોબાઇલ ફોન આપ્યો અને જેમાંથી ધોનીએ પોતે જ બંન્ને સાથે સેલ્ફી લીધી હતી. આ સાથે જ મહિલા તરફથી લવાયેલી ચેન્નાઇ ટીમની ટીશર્ટ પર ધોનીએ પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
આ ઉમેદવાર પર જેવી તેવી નહી વર્લ્ડ બેંકનું 4 લાખ કરોડનું દેવું !
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહેલ ધોનીનો એક ફેન અચાનક સુરક્ષા ઘેરાને તોડીને અંદર ઘુસી આવ્યો હતો. જો કે ધોનીએ તેની સાથે પણ અયોગ્ય વર્તન કરવાનાં બદલે સુરક્ષા અધિકારીઓ ન આવે ત્યાં સુધી તેની સાથે રમત કરી હતી. ત્યાર બાદ સુરક્ષા અધિકારીઓ આવી જતા તે યુવકને પકડી લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે