Home> India
Advertisement
Prev
Next

IPL 2023: ધોનીની ટીમ CSK પર ઉઠી પ્રતિબંધની માંગણી, મેચોની ટિકિટ ઉપર પણ હંગામો...જાણો શું છે મામલો

Chennai Super Kings: તમિલનાડુમાં હાલ ક્રિકેટને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં એક વિધાયકે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK પર પ્રતિબંધની માંગણી કરી છે ત્યાં બીજી બાજુ અન્ય એક વિધાયકે આઈપીએલની મેચોની ટિકિટનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વિધાયકોને ફ્રીમાં મેચની ટિકિટ મળવી જોઈએ. 

IPL 2023: ધોનીની ટીમ CSK પર ઉઠી પ્રતિબંધની માંગણી, મેચોની ટિકિટ ઉપર પણ હંગામો...જાણો શું છે મામલો

તમિલનાડુમાં હાલ ક્રિકેટને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં એક વિધાયકે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK પર પ્રતિબંધની માંગણી કરી છે ત્યાં બીજી બાજુ અન્ય એક વિધાયકે આઈપીએલની મેચોની ટિકિટનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વિધાયકોને ફ્રીમાં મેચની ટિકિટ મળવી જોઈએ. 

fallbacks

તમિલનાડુ વિધાનસભામાં આઈપીએલની ક્રિકેટ ટીમ પર રાજકારણ ગરમાયું છે. મંગળવારે પીએમકે વિધાયકે વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા CSK પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. તેમણે એવો તર્ક આપ્યો કે CSK પર પ્રતિબંધ લગાવવો જોઈએ કારણ કે ટીમમાં કોઈ તમિલ ખેલાડી નથી. વિધાનસભામાં ખેલ પર બજેટ ચર્ચા દરમિયાન ધર્મપુરીના પીએમકે (પાટ્ટાલી મક્કલ કોચી પાર્ટી)ના વિધાયક વેંકટેશ્વરને સભ્યોને ઝટકોઆપતા CSK પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી. 

વેંકટેશ્વરનું કહેવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તમિલનાડુથી છે પરંતુ તમિલ યુવાઓને મહત્વ અપાયું નથી અને તમિલનાડુના ખેલાડી તો આ ટીમમાં છે જ નહીં. એસ પી વેંક્ટરેશ્વરે CSK પર જાહેરાત આપવાનો આરોપ લગાવ્યો કે આ તમિલનાડુની એક ટીમ છે જે રાજસ્વ કમાઈ રહી છે જ્યારે રાજ્યના કોઈ પણ ખેલાડી  ટીમમાં છે જ નહીં. 

CSK ની ટીમમાં તમિલ ખેલાડીઓ રાખવાની માંગણી
વિધાનસભામાંથી બહાર નીકળ્યા બાદ પીએમકે ધારાસભ્ય વેંક્ટેશ્વરે કહ્યું કે અનેક લોકોએ મને જણાવ્યું છે. અહીં અનેક સારા ખેલાડીઓ છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ તમિલનાડુની રાજધાનીના નામ પર છે. અનેક લોકોએ મને કહ્યું કે એવું નામ રાખવું અને એક પણ ખેલાડી ન હોવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેને ફક્ત વિધાનસભામાં પ્રતિબિંબિત કર્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર મંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો નથી. મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી અને ખેલ મંત્રી કાર્યવાહી કરશે. તમિલનાડુમાં જો તમિલ વ્યક્તિને મહત્વ ન આપવામાં આવ્યું તો તેમને બીજે ક્યાંય નહીં મળે. 

જે 'નંદિની' માટે મચી રહ્યો છે હંગામો, જાણો કોણ છે, તેનું કેટલું મોટું છે સામ્રાજ્ય

Covid: બાળકની આંખો લાલ થવા લાગે તો તરત જ કરાવો ટેસ્ટ, કોવિડના આ છે નવા લક્ષણો 

VIDEO: 5 સેકન્ડમાં વિદ્યાર્થીનીના ગાલ પર 5 થપ્પડ, છોકરો ઉઠ્યો અને દે ધનાધન ફરી વળ્યો

IPL મેચની ટિકિટ અંગે વિવાદ
આ ઉપરાંત AIADMK વિધાયકે આઈપીએલ મેચનો પાસ માંગ્યો હતો જેના પર વિવાદ ઊભો થઈ ગયો. એસપી વેલુમણિનું કહેવું છે કે રાજ્યમાં AIADMK ની સરકાર હતી તો તેમને મેચના પાસ આપવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હાલની સરકારને ક્રિકેટના 400 પાસ મળ્યા છે. પરંતુ AIADMK ના વિધાયકોને એક પણ પાસ મળ્યો નથી. એસપી વેલુમણિનું તો એવું પણ કહેવું છે કે જ્યારે તેમણે ટિકિટ માંગી તો રાજ્યના ખેલમંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, જઈને બીસીસીઆઈ પ્રમુખ જય શાહ  પાસેથી ટિકિટ લો. વિપક્ષી દળના નેતા વેલુમણિ એમ કહીને ટિકિટ માંગે છે કે AIADMK ની સરકારને ટિકિટ મળતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More