Home> India
Advertisement
Prev
Next

જ્યાં ભારતના રાફેલ રોકાયા તે UAEના અલ ધાફ્રા એરબેઝ પાસે સમુદ્રમાં ઈરાનની મિસાઈલો પડી

અમેરિકાની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને મંગળવારે સંયુક્ત આરબ અમીરાત સ્થિત ફ્રાન્સના અલ ધાફ્રા એરબેઝ પાસે સમુદ્રમાં અનેક મિસાઈલો છોડી. આ ઈરાની મિસાઈલો પરીક્ષણ બાદ સંપૂર્ણ ફ્રાન્સીસ બેઝને હાઈ અલર્ટ કરી દેવાયો. અલ ધાફ્રા એરબેઝ પર આજે ભારત આવી રહેલા 5 રાફેલ ફાઈટર જેટ ઊભા હતાં. તેમની સાથે ભારતીય પાયલટ પણ હતાં. ઈરાની મિસાઈલ જોખમ જોતા ભારતીય પાયલટોને પણ સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહેવાયું હતું. 

જ્યાં ભારતના રાફેલ રોકાયા તે UAEના અલ ધાફ્રા એરબેઝ પાસે સમુદ્રમાં ઈરાનની મિસાઈલો પડી

દુબઈ: રિપોર્ટ્સ મુજબ અમેરિકાની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને મંગળવારે સંયુક્ત આરબ અમીરાત સ્થિત ફ્રાન્સના અલ ધાફ્રા એરબેઝ પાસે સમુદ્રમાં અનેક મિસાઈલો છોડી. આ ઈરાની મિસાઈલો પરીક્ષણ બાદ સંપૂર્ણ ફ્રાન્સીસ બેઝને હાઈ અલર્ટ કરી દેવાયો. અલ ધાફ્રા એરબેઝ પર આજે ભારત આવી રહેલા 5 રાફેલ ફાઈટર જેટ ઊભા હતાં. તેમની સાથે ભારતીય પાયલટ પણ હતાં. ઈરાની મિસાઈલ જોખમ જોતા ભારતીય પાયલટોને પણ સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહેવાયું હતું.

fallbacks

રાફેલના સ્વાગત માટે દેશ તૈયાર, આજે અંબાલા એરબેઝ પહોંચશે ફાઈટર જેટ, વાયુસેના પ્રમુખ કરશે રિસિવ 

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાની મિસાઈલ ટેસ્ટની પુષ્ટિ કરી અને કહ્યું કે ઈરાને મંગળવારે અલસુબહમાં સ્ટ્રેટ ઓફ હરમુઝ પાસે અનેક મિસાઈલો છોડી. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈરાનની મિસાઈલોએ ખાડીમાં સ્થિત અમેરિકી અને ફ્રાન્સીસ સૈન્ય ઠેકાણાઓ પાસે મિસાઈલ પરીક્ષણ કર્યું. ઓછામાં ઓછી ત્રણ મિસાઈલો સમુદ્રની અંદર પડી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યાં છે. કહેવાય છે કે ઈરાન આ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. 

રાફેલમાં સવાર આ પાયલટની તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા કાશ્મીરીઓ, PAKને કહ્યું- 'રડ્યા કરો કાશ્મીર પર'

ઈરાની મિસાઈલો અલ ધાફ્રા એરબેઝ પાસે પડી
આ ઈરાની મિસાઈલો કતારના અલ ઉદેઈદ અને યુએઈના અલ ધાફ્રા હવાઈ ઠેકાણા પાસે પડી. અલ ધાફ્રામાં જ ભારતીય વાયુસેનાના નવા રાફેલ જેટ્સ ઉભા હતાં. ઈરાની મિસાઈલ હુમલા બાદ સમગ્ર ફ્રાન્સીસ એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું  અને ભારતીય પાયલટોને સુરક્ષિત સ્થળો પર જવાનું કહેવાયું. અત્રે જણાવવાનું કે પાંચ રાફેલ ફાઈટર જેટ આજે ભારત આવી રહ્યાં છે. તેમને અંબાલામાં તૈનાત કરાશે. આ વિમાનો ભારતીય વાયુસેનાની 17મી સ્ક્રવોડ્રનમાં સામેલ કરાશે. જેને અંબાલા એરબેસ પર 'ગોલ્ડન એરો' તરીકે ઓળખાય છે. આ વિમાન લગભગ 7 હજાર કિમીની મુસાફરી કરીને અંબાલા વાયુસેના બેઝ પર ઉતરશે.

થોડીવારમાં પહોંચશે ભારત
હાલ રાફેલ વિમાન ભારતની વાયુસીમામાં દાખલ થઈ ગયા છે. થોડીવારમાં અંબાલા એરબેઝ પહોંચવાની તૈયારીમાં છે. સવારે 11 વાગે યુએઈથી તેઓ ભારત માટે રવાના થઈ ગયા હતાં. કુલ પાંચ ફાઈટર વિમાનોને રિસિવ કરવા માટે વાયુસેનાના પ્રમુખ પોતે હાજર રહેશે. અંબાલા એરબેઝ નજીકના ચાર ગામમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ ઉપરાંત અધિકૃત રીતે ફોટોગ્રાફી કરતા અલગ ફોટા પાડવાની પણ મનાઈ કરાઈ છે. લોકોના ભેગા થવા પર રોક લાગી છે. 

અંબાલામાં હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ થવાના પણ એંધાણ દર્શાવવામાં આવ્યાં હતાં. રાફેલ વિમાનને વાયુસેનાની ગોલ્ડન એરો 17 સ્કવોડ્રનમાં સામેલ કરાશે. જેણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ભારતની સૌથી જૂની સ્ક્વોડ્રનમાંથી એક છે. 

જુઓ LIVE TV

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More