Home> India
Advertisement
Prev
Next

આખરે શું કામ રાહુલ ગાંધી કોંગ્રેસની બેઠકોને અવગણી રહ્યાં છે? પાર્ટીએ કરવી પડી સ્પષ્ટતા 

કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections)માં ઉમેદવારો પર નિર્ણય માટે અત્રે પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. જો કે બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ગેરહાજરીને વધુ નોટિસ કરાઈ. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીના કાર્યાલયે કહ્યું કે તેઓ બેઠકમાં સામેલ ન થયા કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી સમિતિના સભ્ય નથી. 

આખરે શું કામ રાહુલ ગાંધી કોંગ્રેસની બેઠકોને અવગણી રહ્યાં છે? પાર્ટીએ કરવી પડી સ્પષ્ટતા 

નવી દિલ્હી: કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections)માં ઉમેદવારો પર નિર્ણય માટે અત્રે પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. જો કે બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ગેરહાજરીને વધુ નોટિસ કરાઈ. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીના કાર્યાલયે કહ્યું કે તેઓ બેઠકમાં સામેલ ન થયા કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી સમિતિના સભ્ય નથી. 

fallbacks

આ અગાઉ પણ રાહુલ ગાંધી પાર્ટીની અનેક બેઠકોમાં સામેલ થયા નથી. તેમણે 12 સપ્ટેમ્બરના રોજ બેઠકમાં ભાગ લીધો નહતો. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી. બેઠકમાં અનેક પ્રકારના નિર્ણયો લેવાયા અને દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ માટે ગતી પરંતુ તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની પણ સામેલ થયા હતાં. 

ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા

પાર્ટીની સ્પષ્ટતા
જ્યારે રાહુલ ગાંધી અંગે પૂછવામાં આવ્યું તો પાર્ટીના નેતા આર પીએન સિંહે કહ્યું કે બેઠક ફક્ત પાર્ટી મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ માટે હતી. અટકળો પર રોક લગાવવા માટે પાર્ટીએ રાહુલ ગાંધીની ગતિવિધિઓની સૂચિ બહાર પાડી. તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સભ્ય છે. રાહુલ ગાંધી 10 ઓગસ્ટના રોજ CWCની બેઠકમાં સામેલ થયા હતાં અને કલમ 370 હટાવવા પર ચર્ચા માટે આયોજિત CWCની બેઠકમાં તેઓ હાજર પણ હતાં. રાહુલે વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે શ્રીનગર જવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત તેમણે કેરળ લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂરની સ્થિતિને લઈને વડાપ્રધાન અને અન્ય મંત્રીઓને પત્ર લખ્યો હતો. 

જુઓ LIVE TV

અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના શરમજનક પ્રદર્શન બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું અને પોતાના નિર્ણય પર ફેર વિચાર કરવાની પણ ના પાડી દીધી હતી. તેમણે પોતાના તરફથી કહ્યું હતું કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય પાર્ટી અધ્યક્ષ બનશે નહીં. પરંતુ ત્રણ મહિના બાદ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિર્ણય લીધો કે સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે.

પદયાત્રામાં સામેલ થશે
જો કે કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે તેઓ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આયોજિત પદયાત્રામાં સામેલ થશે. પાર્ટીએ આ અવસરે સમગ્ર દેશમાં પદયાત્રા કાઢવાની યોજના બનાવી છે. 

(ઈનપુટ-આઈએએનએસ)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More