નવી દિલ્હીઃ ICSE 12th Board Exam Latest Updates: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ (CBSE) બાદ હવે ICSE બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી દીધી છે. કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ICSE) બોર્ડે આ જાણકારી આપી છે. પરીક્ષાઓ રદ્દ કર્યા બાદમાર્ક આપવા માટે મૂલ્યાંકન પ્રક્રિયાના માપદંડોનો જલદી નિર્ણય લેવામાં આવશે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતુષ્ટ નથી તો તેને બાદમાં પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા સીબીએસઈ ધોરણ-10ની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી ચુકી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામ ઇન્ટરનલ એસેસમેન્ટના આધાર પર જારી કરવામાં આવશે.
સીબીએસઈ બોર્ડની પરીક્ષા પણ રદ્દ
સીબીએસઈ બોર્ડ પરીક્ષાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આશંકા પર આજે વિરામ લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે આ મુદ્દા પર મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. પીએમ મોદીએ આજે રાજ્યો અને અન્ય સ્ટેક હોલ્ડર્સોની સાથે આ મુદ્દા પર વ્યાપક ચર્ચા કરી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચોઃ CBSE પરીક્ષા રદ્દ, પરિણામ તૈયાર કરવા પીએમ મોદીએ અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ
પીએમ મોદીએ કહ્યુ- બાળકોની સુરક્ષા સર્વોપરિ
બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આવા માહોલમાં બાળકોને તણાવ આપવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બાળકોના જીવને જોખમમાં મુકી શકીએ નહીં. બેઠકમાં પ્રધાનમંત્રીએ સીબીએસઈ અધિકારીઓને કહ્યુ કે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ વેલ ડિફાઇંડ માપદંડો અનુસાર સમયબદ્ધ રીતે તૈયાર કરવામાં કરે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાથી શૈક્ષણિક કેલેન્ડર પ્રભાવિત થયું છે અને બોર્ડ પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં વધુ ચિંતા પેદા કરી રહ્યો છે, જેને સમાપ્ત કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે