Home> India
Advertisement
Prev
Next

Assam Terror Module: અસમમાં આતંકી મોડ્યૂલનો પર્દાફાશ, મૌલવી સહિત 11ની ધરપકડ

મુસ્તફા પર ઉપમહાદ્વીરમાં અલ-કાયદામાં સંબંધિત અંસારૂલ્લાહ બાંગ્લા ટીમના નાણાકીય ભંડોળ સાથે જોડાયેલા રહેવાનો આરોપ છે. મુસ્તફા પર યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એક્શન લેતા જમીઉલ હુડા મદરેસાની ઇમારતને સીલ કરી દીધી છે. 

Assam Terror Module: અસમમાં આતંકી મોડ્યૂલનો પર્દાફાશ, મૌલવી સહિત 11ની ધરપકડ

ગુવાહાટીઃ અસમ પોલીસે આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરતા 11 લોકોની અટકાયત કરી છે. તેમાં મુસ્તફા નામનો યુવક પણ સામેલ છે જે એક મદરેસાનો સંચાલક છે. મુસ્તફા પર ઉપમહાદ્વીપમાં અલ-કાયદા સાથે જોડાયેલી અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હોવાનો આરોપ છે.
મુસ્તફા પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એક્શન લેતા જમિઉલ હુડા મદરેસાની ઇમારતને બંધ કરી દીધી છે. 

fallbacks

મુસ્તફાની સાથે પોલીસે ગોલપારાથી અબ્બાસ અલી અને અફસરૂદ્દીન ભુઇંયાની ધરપકડ કરી છે. મોરીગાંવના મોઇરાબારી વિસ્તારના સહરાઈ ગામમાં પોલીસે જમિઉત-ઉલ-હુદા મદરેસા ચલારનાર મુફ્તી મુસ્તફા અહમદની ધરપકડ કરી લીધી છે. પોલીસને મદરેસા પરિસરમાં ચાલી રહેલ કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની ગુપ્ત માહિતી મળી હતી. આ મુસ્તફાના ઘરની નજીકમાં છે, જેને પોલીસે ગુરૂવારે તેના ઘરેથી પકડ્યો હતો. 

મદરેસામાંથી આતંકી મોડ્યૂલને અંજામ
પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન, બેન્ક પાસબુક અને અન્ય વિવાદાસ્પદ સામગ્રી જપ્ત કરી છે. સૂત્રો પ્રમાણે મુસ્તફા પર પોતાના મદરેસામાંથી આતંકી મોડ્યૂલને અંજામ આપવાની શંકા હતી. આ વચ્ચે પોલીસે આ જિલ્લાના સરૂચલા વિસ્તારમાં અન્ય એક બાલિકા મદરેસામાં પણ દરોડા પાડ્યા છે. 

અસમ પોલીસે રાજ્યમાં ટેરર મોડ્યૂલનો પર્દાફાશ કરતા મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપારા જિલ્લામાંથી 11 લોકોને કસ્ટડીમાં લીધા છે. આરોપ છે કે તે ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા સાથે સંબંધિત અંસારૂલ્લાહ બાંગ્લા ટીમના ભંડોળ સાથે જોડાયેલા છે અને ઇસ્લામિક કટ્ટરવાદ સાથે જોડાયેલા છે. 

જમીઉલ હુડા મદરેસાની બિલ્ડિંગ બંધ
પોલીસે જણાવ્યું કે મોરીગાંવના સહરિયાગાંવમાં જમીઉલ હુડા મદરેસાની ઇમારતને બંધ કરી દીધી છે, કારણ કે આ કસ્ટડીમાં લેવાયેલા લોકો માટે એક સુરક્ષિત ઘર છે. કસ્ટડીમાં લેવાયેલા લોકો પાસેથી ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને વિવાદિત દસ્તાવેજ જપ્ત થયા છે. તેની લિંકની જાણકારી મેળવવા આગળની તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચોઃ નોકરી માટે વિદેશ જનારા લોકોને સરકાર આપશે મોટી ભેટ, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

મોરીગાંવના એસપી અપર્ણા એને જણાવ્યું- અમને મુસ્તફા નામના એક વ્યક્તિ વિશે જાણકારી મળી, જે મોરિયાબારીમાં એક મદરેસા ચલાવે છે, જ્યાં દેશ વિરોધી ગતિવિધિઓ થાય છે. તે ઉપ-મહાદ્વીપમાં અલ-કાયદા સાથે સંબંધિત એબીટીના નાણાકીય ભંડોળ સાથે જોડાયેલો છે. UAPA કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનું નિવેદન
મુખ્યમંત્રી હિમંત હિસ્વ સરમાએ કહ્યુ- કાલથી લઈને આજ સુધી અમે અસમના બારપેડા અને મોરીગાંવ જિલ્લામાં બે જેહાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને મોડ્યૂલમાં સામેલ બધા લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સરકાર તરફથી સંચાલિત મદરેસા પહેલા બંધ કરી દેવામાં આવ્યા છે. આ બે ધાર્મિક મદરેસા છે. અમે પહેલા જ એકને સીલ કરી દીધું છે અને જિલ્લા તંત્રને ત્યાંથી બાળકોને સ્થાણાંતરિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More