Home> India
Advertisement
Prev
Next

ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. 

ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરાવામાં આવ્યો છે. એટલે કે, ચંદ્રયાન-2 હવે ચંદ્રની ચારેય તરફ 126 કિમી એપોજી (ચંદ્રથી સૌથી ઓછું અંતર) અને 164 કિમીની પેરીજી (ચંદ્રથી વધુ અંતર)માં ભ્રમણ કરશે. 

fallbacks

હવે આગામી બે ચંદ્રયાન-2 આ જ ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતું રહેશે. ત્યાર પછી 1 સપ્ટેમ્બરની સાંજે 6થી 7 કલાકની વચ્ચે ચંદ્રયાન-2ને પાંચમી કક્ષામાં પ્રવેશ કરાવાશે. એ સમયે તે ચંદ્રની ચારેય તરફ 114 કિમી એપોજી અને 128 કિમીની પેરીજીમાં પરિક્રમા કરશે. 

7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 પોતાના પૂર્વજ ચંદ્રયાન-1થી આગળ નિકળી જશે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-1 ઓર્બિટર ચંદ્રની ચારેય તરફ 100 કિમીની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરતું હતું. આ વખતે ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ આ જ ભ્રમણકક્ષામાં પરિક્રમા કરશે, પરંતુ તેની સાથે ગયેલું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરશે. 

20 ઓગસ્ટના હોજ ગતિ ઘટાડીને ચંદ્રની કક્ષામાં પહોંચાડાશે ચંદ્રયાન-2
ઈસરોના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન-2ની ગતિમાં 90 ટકાનો ઘટાડો એટલા માટે કરાયો, જેથી તે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. 

2 સપ્ટેમ્બરના રોજ યાનથી છુટું પડશે વિક્રમ લેન્ડર
ચંદ્રની ચારેય તરફ 4 વખત ભ્રમણકક્ષા બદલ્યા પછી ચંદ્રયાન-2માંથી વિક્રમ લેન્ડર છુટૂં પડશે. વિક્રમ લેન્ડર પોતાના અંદર રહેલા પ્રજ્ઞાન રોવરને લઈને ચંદ્રની તરફ આગળ વધવાનું શરૂ થશે. 

3 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરની સ્થિતિ ચકાસવામાં આવશે
3 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરની સ્થિતિ ચકાસવા માટે ઈસરોના વૈજ્ઞાનિકો 3 સેકન્ડ માટે તેનું એન્જિન ઓન કરશે અને તેની કક્ષામાં સામાન્ય પરિવર્તન કરશે. 

4 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સૌથી નજીક પહોંચશે ચંદ્રયાન-2
ઈસરાના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડરને 4 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડશે. આ કક્ષાની એપોજી 35 કિમી અને પેરીજી 97 કતિમી હશે. ત્યાર પછી ત્રણ દિવસ સુધી વિક્રમ લેન્ડર આ કક્ષામાં જ ચંદ્રની પરિક્રમા કરશે. આ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની આંતરિક સ્થિતિ ચકાસતા રહેશે. 

7 સપ્ટેમ્બર હશે સૌથી પડકારજનક દિવસ 

  • 1:40 કલાકે રાત્રે ( 6 અને 7 સપ્ટેમ્બરની રાત) : વિક્રમ લેન્ડર 35 કિમીની ઊંચાઈએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. આ કામ ઈસરોના વૈજ્ઞાનિકો માટે અત્યંત પડકારજનક રહેશે. 
  • 1:55 કલાકે રાત્રે : વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રહેલા બે ક્રેટર મેન્જિનસ-સી અને સિમ્પેલિયસ-એન વચ્ચેના મેદાનમાં ઉતરશે. લેન્ડર 2 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આ 15 મિનિટ અત્યંત તણાવપૂર્ણ રહેશે. 
  • 3:55 કલાકે રાત્રે : લેન્ડિંગના લગભગ 2 કલાક પછી વિક્રમ લેન્ડરની રેમ્પ ખુલશે. તેના દ્વારા 6 પૈડાંનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. 
  • 5:05 કલાકે સવારેઃ પ્રજ્ઞાન રોવરની સોલર પેનલ ખુલશે. આ સોલર પેનલ દ્વારા તે ઊર્જા મેળવશે. 
  • 5:10 કલાકે સવારેઃ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે એક સેન્ટીમિટર પ્રતિ સેકન્ડની ગતિએ ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી યાત્રા કરશે. આ દરમિયાન તે 500 મીટરનું અંતર કાપશે. 

વડાપ્રધાન મોદી પણ જોશે લાઈવ
ઈસરો દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના ઉતરાણને લાઈવ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.    

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More