નવી દિલ્હી :ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) મોટી સફળતા મેળવતા તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ-30 (GSAT-30) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરોનું GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5 (Ariane-5) દ્વારા શુક્રવારે વહેલી સવારે 2.35 મિનીટ પર છોડવામાં આવ્યું, જે જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ થયો. આ રીતે ભારતે આ વર્ષે એટલે 2020ના પહેલા મિશનને સફળતાની સાથે પૂરું કર્યું. આ ઉપગ્રહ ભારતની ટેલિકમ્યુનિકેશન સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઈનસેટ-4એની જગ્યા લેશે. જેને વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
હકીકતમાં GSAT-30 ઈસરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે અને બનાવવામાં આવ્યો છે. તે એક દૂરસંચાર ઉપગ્રહ છે. જે એક ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. તેનાથી રાજ્ય-સંચાલિત અને અંગત સેવા આપનારને સંચાર લિંક
આપવાની ક્ષમતામાં વધારો થશે.
આ ઉપગ્રહનું વજન અંદાજે 3100 કિલોગ્રામ છે. લોન્ચિંગ બાદ 15 વર્ષો સુધી તે કામ કરતું રહેશે. તેમાં બે સોલાર પેનલ અને બેટરી છે, જેનાથી તેને ઉર્જા મળશે.
જીસેટ-30ની ખાસિયત...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે