Home> India
Advertisement
Prev
Next

ચીનની ચાલાકીને જડબાતોડ જવાબ, ITBP જવાનો શીખી રહ્યાં છે આ ખાસ ભાષા 

પેટ્રોલિંગ દરમિયાન છાશવારે ચીની સૈનિકો સાથે થતી ઝડપને જોતા એક બાજુ જ્યાં ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાતી વધારવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ LAC પર ચીનની ચાલાકીઓને સમજવા માટે ભારતની સરહદ પર તૈનાત થનારા ITBP જવાનોને ચીનની ભાષા મેન્ડરિન શિખવવામાં આવી રહી છે. 

ચીનની ચાલાકીને જડબાતોડ જવાબ, ITBP જવાનો શીખી રહ્યાં છે આ ખાસ ભાષા 

લદાખ: પેટ્રોલિંગ દરમિયાન છાશવારે ચીની સૈનિકો સાથે થતી ઝડપને જોતા એક બાજુ જ્યાં ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાતી વધારવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ LAC પર ચીનની ચાલાકીઓને સમજવા માટે ભારતની સરહદ પર તૈનાત થનારા ITBP જવાનોને ચીનની ભાષા મેન્ડરિન શિખવવામાં આવી રહી છે. 

fallbacks

ગલવાન સહિત અન્ય જગ્યાઓ પર ચીન સાથે ગતિરોધ બાદ ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP પોતાના ત્યાં ચાલી રહેલા ચાઈનીઝ લેન્ગવેજ કોર્સને વધુ આધુનિક બનાવશે. તેનો હેતુ એ છે કે સરહદ પાર તૈનાત ચીની સૈનિકો સાથે ભારતીય સુરક્ષાદળો સારી રીતે સંવાદ સાંધી શકે. આ યોજનામાં કોર્સની સંખ્યા વધારવા અને બધા જવાનો માટે તેમની જરૂરિયાત મુજબ ટ્રેનિંગ પ્લાન તૈયાર કરવાનું સામેલ છે. 

ચીને ફિંગર-4થી પાછળ હટવાની ના પાડી દીધી, ભારતીય સેના એલર્ટ, તોપોની તૈનાતી વધારી 

હાલ આઈટીબીપીએ પોતાના મસૂરી સ્થિત એકેડેમીમાં આ કોર્સની શરૂઆત કરી દીધી છે. જેમાં અનેક બેન્ચ ભણાવવાની તૈયારી થઈ રહી છે. કોરોનાના કારણે વચ્ચે આ કોર્સ રોકવામાં આવ્યો હતો. જે ફરીથી શરૂ કરવાનો મસૂરીની એકેડેમીમાં પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. ભારત-ચીન સરહદે તૈનાત આઈટીબીપીના લગભગ 90 હજાર જવાનોમાં બધાને બેઝિક ચાઈનીઝ લેન્ગ્વેજની ટ્રેનિંગ આપવાનો પ્લાન છે. આ અગાઉ પણ જવાનો માટે ચાઈનીઝ લેન્ગ્વેજનો કાર્યક્રમ લાગુ હતો પરંતુ હવે તેને વધુ યોજનાબદ્ધ રીતે દરેક જવાને આ પાઠ્યક્રમ સંલગ્ન કોર્સ પૂરો કરવો પડશે. આ પાઠ્યક્રમમાં બેઝિક ટ્રેનિંગ કોર્સ અને રિફ્રેશર કોર્સ સામેલ છે. 

Corona Update: દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં 32 હજાર કરતા વધુ દર્દીઓ નોંધાયા

ફોર્સના જવાનોને ચીની ભાષા શીખવવાની જવાબદારી આઈટીબીપીના ચાઈનીઝ લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટની છે. જ્યાં તે સંબંધિત પાઠ્યક્રમને નવું સ્વરૂપ આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. ઝી ન્યૂઝને આઈટીબીપીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન જ બેઝિક ટ્રેનિંગ કોર્સ શીખનારા આઈટીબીપી કર્મીઓની સંખ્યા ચાઈનીઝ ભાષા શીખવા માટે વધારવામાં આવશે. આ સાથે જ સમયાંતરે 3થી 4 મહિના કે જે રિફ્રેશર કોર્સ હોય છે તેની પણ સંખ્યા વધારવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાઠ્યક્રમમાં ઓડિયો અને વીડિયો ટ્રેનિંગ પર ખાસ ભાર મૂકાશે. 

જુઓ LIVE TV

ચીન સરહદે તૈનાત થનારા ITBPના જવાનોને મોટા પાયે ચીની ભાષા શીખવાડવાનું અભિયાન ITBP તરફથી હાથ ધરાશે. હવે તમને ITBPના જવાનો 'ની હાઓ' એટલે કે નમસ્કાર અને 'હુઈ કુ' એટલે કે પાછળ હટો જેવી ચીની ભાષા બોલતા જોવા મળશે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More