Home> India
Advertisement
Prev
Next

Vijay Singla Arrested: પંજાબના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવવા પર કેજરીવાલ બોલ્યા- ભગવંત માન તમારા પર ગર્વ છે

Vijay Singla Arrested: વિજય સિંગલાને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે, અમે કટ્ટર ઈમાનદાર છીએ. 

Vijay Singla Arrested: પંજાબના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવવા પર કેજરીવાલ બોલ્યા- ભગવંત માન તમારા પર ગર્વ છે

નવી દિલ્હીઃ પંજાબની ભગવંત માન સરકારે સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને મંગળવારે પોતાના પદ પરથી હટાવી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, તેમની સરકાર ભ્રષ્ટાચારને સ્વીકારશે નહીં. 

fallbacks

કેજરીવાલે આપી પ્રતિક્રિયા
પંજાબમાં ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રીને હટાવ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે કટ્ટર ઈમાનદાર છીએ. કેજરીવાલે કહ્યુ કે, ગરદન કપાઈ જશે પરંતુ ભ્રષ્ટાચાર સહન કરીશું નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ માનની પ્રશંસા કરતા કહ્યુ કે, તમારા પર ગર્વ છે. ભ્રષ્ટાચાર કરવો દેશ સાથે છેતરપિંડી છે. કેજરીવાલે કહ્યુ કે, અમે જે કર્યુ તે માટે હિંમત જોઈએ. આપે સાબિત કરી દીધુ કે ભ્રષ્ટાચાર વગર પાર્ટી ચાલી શકે છે. 

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોઈ ચોરી કરશે તો અમે છોડીશું નહીં. તેમણે કહ્યુ કે, અત્યાર સુધી તમામ પાર્ટીઓનું આપસમાં સેટિંગ થતુ હતું, તે એકબીજી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પગલા ભરતા નહોતા. આવુ પ્રથમવાર બની રહ્યું છે કે કોઈ પાર્ટીએ ખુદના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલા ભર્યા છે. પંજાબના મુખ્યમંત્રીના પગલાથી લોકો ખુશ છે. પંજાબના લોકોને વિશ્વાસ થઈ રહ્યો નથી કે કોઈ સરકાર આટલી ઈમાનદાર હોઈ શકે છે. 

કોણ છે સિંગલા? 
આપ નેતા વિજય સિંગલા મનસા સીટથી ધારાસભ્ય છે. તેમણે ચૂંટણીમાં પંજાબી ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપ સિંહ સિદ્ધુને હરાવ્યા હતા. સિંગલા ડેન્ટિસ્ટ છે. પંજાબના મુખ્યમંત્રીએ વિજય સિંગલાને હટાવતા કહ્યુ કે, આ નિર્ણય સિંગલા દ્વારા પોતાના વિભાગના ટેન્ડર અને ખરીદીમાં કથિત રૂપથી એક ટકા કમીશનની માંગવાની જાણકારી મળ્યા બાદ લેવામાં આવ્યો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More