કર્ણ મિશ્રા/જબલપુર: વધતા કોરોના (Corona( સંક્રમણ વચ્ચે લોકો માટે હાલ ડોક્ટરો જ ભગવાન બની રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં ડોક્ટરો, મેડિકલ સ્ટાફ લોકો માટે સૌથી મોટો સહારો બની રહ્યા છે. પરંતુ જબલપુરથી કોરોનાકાળમાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેને જોઈને દરેક જણ સ્તબ્ધ થઈ ગયા. જબલપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવેલા પરિજનો ડોક્ટર પાસે કરગરી રહ્યા હતા, ગુહાર લગાવી રહ્યા હતા પણ ડોકટરને તેમની એક નાનકડી વાત એટલી ખરાબ લાગી કે તેમણે ગાળો બોલવાનું શરૂ કરી દીધુ.
ડોક્ટરનો દર્દીના પરિજનો સાથે વિવાદ
જબલપુરના વિક્ટોરિયા જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે એક પરિવાર દર્દીને લઈને હોસ્પિટલમાં પહોંચ્યો.દર્દીના પરિજનો ડ્યૂટી પર તૈનાત ડોક્ટરોને શોધતા હતા. કારણ કે દર્દીની કન્ડિશન જરાય સારી નહતી. એવી ખબર પડી કે ડ્યૂટી પર તૈનાત ડોક્ટર સૂઈ રહ્યા છે. આવામાં પરિજનો એ કોશિશમાં હતા કે ડોક્ટર ઉઠીને દર્દીને એકવાર જોઈ લે. પરંતુ ડ્યૂટી પર તૈનાત ડોક્ટર ઊંઘ બગડવાના કારણે એટલા નારાજ થઈ ગયા કે દર્દીને જોવાની જગ્યાએ પરિવારજનો સાથે વિવાદમાં ઉતરી પડ્યા.
ડોક્ટરનો ગાળ બોલતો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો (Viral Video) પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે હોસ્પિટલની બહાર કેટલાક લોકો દર્દીને લઈને રાહ જોઈ રહ્યા હતા ત્યારે હોસ્પિટલની અંદરથી ડ્યૂટી પર તૈનાત ડોક્ટર ભરત દુબે આવ્યા અને દર્દીની પુત્રીની ગુહાર પર સારવાર કરવા લાગ્યા. ત્યારે જ દર્દીનો પુત્ર કહે છે કે અમે અડધા કલાકથી રાહ જોઈ રહ્યા હતા અને તમે અંદર સૂતા હતા. બસ આ વાત ડોક્ટરને લાગી ગઈ અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે "અડધા કલાક બાદ, અડધા કલાક પછી આવ્યો છું કે...થોભો હું બતાવું તમને."ડોક્ટર પોતાનો ફોન કાઢે છે અને ગાળો ભાંડતા હંગામો કરવાનો શરૂ કરી દે છે.
જુઓ VIDEO
દર્દીને છોડીને ડોક્ટરને મનાવવામાં પડ્યા પરિજનો
દર્દીનો આખો પરિવાર ડોક્ટર પાસે કરગરતા કહેવા લાગ્યો કે દર્દીને જોઈ લો તેમની હાલત ખુબ ખરાબ છે. પરંતુ ડોક્ટર કહે છે કે આ કોઈ રીત છે વાત કરવાની, હવે હું તમને જોઈ લઈશ. કોરોના સંક્રમણ કાળમાં એક બાજુ જ્યાં કોરોના વોરિયર્સ પાસે દરેક જણ આશા માંડીને બેઠા છે જ્યાં આવી તસવીર સામે આવે તો હચમચી જવાય. આ મામલે હોસ્પિટલ પ્રશાસને હજુ ચૂપ્પી સાધી રાખી છે.
UP: 20થી 25 એપ્રિલ વચ્ચે ચરમ સીમાએ હશે કોરોનાનો પ્રકોપ, જાણો ક્યારથી ઓછા થવા લાગશે કેસ
Coronavirus: Kumbh Mela માંથી પાછા ફરેલા લોકો માટે દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે