Home> India
Advertisement
Prev
Next

જૈકલીનની મુશ્કેલીઓ વધી, ED એ આ મામલે બનાવી આરોપી, આજે દાખલ કરશે ચાર્જશીટ

ઇડીએ સુકેશ ચંદ્રશેખર તેમની પત્ની લીના મારિયા પોલ અને અન્ય 6 વિરૂદ્ધ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીનો આરોપ છે કે જ્યારે સુકેશ તિહાડ જેલમાં હતા, ત્યારે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર નિકાળવાની લાલચ આપી હતી

જૈકલીનની મુશ્કેલીઓ વધી, ED એ આ મામલે બનાવી આરોપી, આજે દાખલ કરશે ચાર્જશીટ

Sukesh Chandrashekhar Case: ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેમને ઇડીએ આરોપી બનાવ્યા છે. આ કેસ 215 કરોડ રૂપિયા એકઠા કરવા સાથે જોડાયેલો છે. ઇડી સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધોને લઇને ઘણીવાર જૈકલીન ફર્નાંડિસ સાથે પૂછપરછ કરી ચૂકી છે. તાજેતરમાં જ ઇડીએ તેમની 12 લાખની એફડી પણ અટેચ કરી હતી. 

fallbacks

આ કેસમાં જૈકલીન ફર્નાંડિસ સાક્ષીના રૂપમાં જ પોતાનું નિવેદન નોંધાવી ચૂકી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં પહેલી ચાર્જશીટ અધિક સેશન જજ પ્રવીણ સિંહની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇડીએ પિંકી ઇરાની વિરૂદ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. પિંકીએ જ સુકેશની ઓળખાણ જૈકલીન ફર્નાંડિસ સાથે કરાવી હતી. એવો આરોપ હતો કે પિંકી ઇરાની જ જૈકલીન ફર્નાંડિસ માટે મોંઘી ગિફ્ટ પસંદ કરતી હતી અને જ્યારે સુકેશ કિંમત આપી દેતો હતો તો તેને જૈકલીન ફર્નાંડિસને આપી દેતી હતી. સુકેશે ઘણી મોડલ અને અભિનેત્રીઓ પર લગભગ 20 કરોડ રૂપિયા લૂટાવ્યા હતા. કેટલાકને તેની મોંઘી ગિફ્ટ લેવાની ના પાડી હતી. ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ એપ્રિલમાં જૈકલીનને આપ્યા 7 કરોડ રૂપિયાની ભેટો અને સંપત્તિને અપરાધની આવક ગણાવતાં કુર્ક કરી હતી. 

Common Charging Port: એક જ ચાર્જર વડે દરેક મોબાઇલ થશે ચાર્જ, આજે લેવાશે નિર્ણય!

ઘણી અભિનેત્રીઓને પણ કર્યો હતો પ્રભાવિત કરવાનો પ્રયત્ન
ફેબ્રુઆરીમાં ઇડીએ ખુલાસો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે કથિત રીતે પોતાની સહયોગી પિંકી ઇરાની દ્રારા બોલીવુડ અભિનેત્રીઓ ભૂમિ પેડનેકર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂરને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇડીના સૂત્રોએ કહ્યું હતું કે પિંકી ઇરાની કેટલીક અભિનેત્રીઓને સુકેશ સાથે મુલાકાત માટે તિહાડ જેલ ગઇ હતી, પરંતુ આ અભિનેત્રીઓની ઓળખ જણાવી ન હતી. પિંકી મોટાભાગે અભિનેત્રીઓ સાથે મળતી હતી. તેથી તેમણે જણાવ્યું કે તેમનું નામ પરી છે. 

200 કરોડનો મની લોન્ડ્રીંગ કેસ શું છે?
જોકે ઇડીએ સુકેશ ચંદ્રશેખર તેમની પત્ની લીના મારિયા પોલ અને અન્ય 6 વિરૂદ્ધ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીનો આરોપ છે કે જ્યારે સુકેશ તિહાડ જેલમાં હતા, ત્યારે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર નિકાળવાની લાલચ આપી હતી. તેના માટે બંનેની પત્નીઓ પાસે 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. તેણે પોતાને પીએમઓ ક્યારેક ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા ઓફિસર ગણાવ્યા હતા. ત્યારબાદ સુકેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More