શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળને મંગળવારે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના કમાંડર સજ્જાદ ભટ્ટને ઠાર માર્યો છે. અનંતનાગમાં સજ્જાદ ભટ્ટની સાથે અન્ય એક આતંકી માર્યો ગયો છે. સજ્જાદની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલામાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પુલવામા IED બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ પણ માર્યો ગયો છે.
વધુમાં વાંચો:- મગજના તાવથી બિહારમાં 127 બાળકોના મોત, સીએમ નીતીશ કુમારે ધારણ કર્યું મૌન
માર્યા ગયેલો આતંકી 17 જૂનના પુલવામામાં સેનાની ગાડી પર થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. હાલમાં સુરક્ષા દળની તરફતી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. (વિસ્તૃત અહેવાલ થોડી વારમાં)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે