Home> India
Advertisement
Prev
Next

જામા મસ્જિદમાંથી ભારતીય મુસ્લિમોનો પાકિસ્તાનને સંદેશ, 'આ નરસંહાર બંધ કરો'

Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાકિસ્તાન અને આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે જુમાની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદમાં પણ લોકોએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
 

જામા મસ્જિદમાંથી ભારતીય મુસ્લિમોનો પાકિસ્તાનને સંદેશ, 'આ નરસંહાર બંધ કરો'

Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલાને લઈને દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ વચ્ચે દિલ્હીની જામા મસ્જિદમાંથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. જુમાની નમાઝ બાદ મસ્જિદમાં ભેગા થયેલા હજારો મુસ્લિમોએ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

fallbacks

આતંકવાદનો થાય વિનાશ
મુસ્લિમોએ હાથમાં તિરંગો અને પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લઈ આતંકીઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. લોકોના હાથમાં જે પોસ્ટર હતા તેમાં લખ્યું હતું 'હર ઘર સે નિકલેગી આવાજ આતંકવાદ કા હો વિનાશ. એક નિર્દોશની હત્યા સમગ્ર માનવતાની હત્યા છે. પહેલગામ પર હુમલો માનવતા પર હુમલો.'

દિલ્હીમાં બજારો બંધનું આહ્વાન
દેશના ખુણે-ખુણામાંથી આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ શુક્રવાર (25 એપ્રિલ 2025) ના બંધનું આહ્વાન કર્યું છે. સદર બજાર, ભાગીરથ પ્લેસ, ગાંધીનગર, નવી બજાર, ખારી બાવલી, ચાવડી બજાર, ચાંદની ચોક, જામા મસ્જિદ અને હૌજ કાઝી સહિત 100થી વધુ બજાર સંભ બંધમાં ભાગ લઈ રહ્યાં છે.

ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન વિરૂદ્ધ ઘણી કડક કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ સંધિ (1960)ને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી. સિંધુને પાકિસ્તાનની જીવનરેખા કહેવામાં આવે છે. આ અંગે પાકિસ્તાનને ઔપચારિક માહિતી આપતાં ભારતે કહ્યું કે તેણે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More