નવી દિલ્હીઃ જામિયા નગરમાં ગોળી ચલાવનાર વ્યક્તિને લઈને જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે આ ઘટનાને અચાનક અંજામ આપવામાં આવી નથી, પરંતુ ઘણા દિવસથી તેની તૈયારીમાં હતો. આરોપીનું નામ ગોપાલ છે અને ગોળીબારી પહેલા તેણે ફેસબુક લાઇવ રહ્યું હતું. ફેસબુલ પર તેણે લખ્યું કે, ચંદનનો બદલો લેવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે 2018માં ગણતંત્ર દિવસ પર યૂપીના કાસગંજ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસામાં ચંદન ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી હતી.
મરવા-મારવા નિકળ્યો હતો ગોપાલ
ફેસબુક પર ખુદને રામભક્ત જણાવનાર ગોપાલે પોતાને તમામ સંગઠનોથી મુક્ત જણાવ્યો છે. 28 જાન્યુઆરીએ એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે 31 જાન્યુઆરી સુધી તેની પોસ્ટને નજર અંદાજ ન કરો. ઘટનાને અંજામ આપવા માટે નિકળતા પહેલા તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તે મરવા-મારવા પર ઉતર્યો છે. તેણે આજની પોસ્ટમાં લખ્યું કે, તેને અંતિમ સંસ્કાર માટે ભગવામાં લઈ જવામાં આવે અને જય શ્રી રામના નારા લગાવવામાં આવે. ગોપાલે ફેસબુકના મિત્રોને કહ્યું કે, તેના પરિવારનું ધ્યાન રાખવામાં આવે. ગોપાલે ફેસબુકના મિત્રોને કહ્યું કે તેના પરિવારનું ધ્યાન રાખવામાં આવે. એક અન્ય પોસ્ટમાં તેણે લખ્યું છે... શાહીન ભાગ.. ખેલ ખતમ..
12માં ધોરણનો વિદ્યાર્થી છે ગોપાલ
ગોળી ચલાવનાર આ યુવક ગ્રેટર નોઇડાના જેવરમાં રહે છે, અને 12માં ધોરણનો વિદ્યાર્થી છે. પરિવારના લોકો તેને સગીર ગણાવી રહ્યાં છે, ઘરેથી શાળાએ જવાનું કહીને નિકળ્યો હતો.
સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ગોળીબારી
ગુરૂવારે જામિયા વિસ્તારમાં સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી. ગોળી ચલાવનાર વ્યક્તિએ કહ્યું કે, હું તમને આઝાદી અપાવું છું. ગોળી ચલાવનાર બહારથી આવ્યો હતો. ગોળી ચલાવનાર વ્યક્તિએ પિસ્તોલ લગેરાવતા કહ્યું, 'દિલ્હી પોલીસ ઝિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદ.' વ્યક્તિની ગોળીથી માર્ચમાં સામેલ એક જામિયાનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થી ગયો છે. તેનો પહેલા હોલી ફેમેલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને હવે તેને એમ્સના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે