Home> India
Advertisement
Prev
Next

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, 370 મુદ્દે અમે દેશની સાથે છીએ: જમીયત-એ-ઉલેમા હિન્દ

ઈસ્લામી સ્કોલર્સના ભારતમાં સૌથી મોટા સંગઠન જમીયત એ ઉલેમા હિન્દે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું છે. જમીયત એ ઉલેમા હિન્દીની વાર્ષિક બેઠકમાં કાશ્મીર પર પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો છે. જમીયત ઉલેમાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને તબાહ કરવાનાં લાગ્યું છે. અમે કાશ્મીરના ભાગલાવાદીઓનું સમર્થન કરતા નથી. અલગાવવાદીઓ દેશના અને કાશ્મીરના દુશ્મન છે અને 370 પર અમે દેશની સાથે છીએ. 

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, 370 મુદ્દે અમે દેશની સાથે છીએ: જમીયત-એ-ઉલેમા હિન્દ

નવી દિલ્હી: ઈસ્લામી સ્કોલર્સના ભારતમાં સૌથી મોટા સંગઠન જમીયત એ ઉલેમા હિન્દે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું છે. જમીયત એ ઉલેમા હિન્દીની વાર્ષિક બેઠકમાં કાશ્મીર પર પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો છે. જમીયત ઉલેમાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને તબાહ કરવાનાં લાગ્યું છે. અમે કાશ્મીરના ભાગલાવાદીઓનું સમર્થન કરતા નથી. અલગાવવાદીઓ દેશના અને કાશ્મીરના દુશ્મન છે અને 370 પર અમે દેશની સાથે છીએ. 

fallbacks

જમીયત ઉલેમા હિન્દના મૌલાના મહેમૂદ મદનીએ મીડિયાને જણાવ્યું કે આજે અમે અમારી બેઠકમાં પ્રસ્તાવ પ્રસાર કર્યો છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. દેશની સુરક્ષા અને અખંડિતતા સાથે કોઈ સમાધાન થશે નહીં. ભારત અમારો દેશ છે અને અમે તેની સાથે છીએ. 

જુઓ LIVE TV

મૌલાના મદનીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પટલ પર એવો સંદેશ આપે છે કે ભારતના મુસલમાનો પોતાના દેશ સાથે નથી. અમે પાકિસ્તાનની આ હરકતની ટીકા કરીએ છીએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More