Home> India
Advertisement
Prev
Next

J&K: કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની  ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

J&K: કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની  ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

fallbacks

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોને કુલગામ જિલ્લાના હલ્લન વન વિસ્તારના ઊંચાણવાળા વિસ્તારોમાં આતંકીઓની હાજરી વિશે સૂચના મળી હતી. ત્યારબાદ સેનાના જવાનોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકીઓએ આ દરમિયાન સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષાદળોના 3 જવાન ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમના મોત થયા. 

શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોરે એક ટ્વીટમાં જણાવ્યું કે કુલગામમાં હલ્લનના ઊંચાણવાળા વિસ્તારોમાં આતંકીઓની હાજરી અંગે સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ 4 ઓગસ્ટના રોજ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્વીટમાં વધુમાં કહેવાયું કે આતંકીઓ તરફથી ફાયરિંગ બાદ ઓપરેશન અથડામણમાં ફેરવાયું અને આ અથડામણમાં સેનાના 3 જવાન ગોળી વાગવાથી ઘાયલ થયા. જેમના પછીથી મોત થયા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More