Home> India
Advertisement
Prev
Next

જમ્મૂ-કાશ્મીરઃ શોપિયાં જિલ્લામાં આતંકીઓએ J&K પોલીસ જવાનનું કર્યું અપહરણ

આતંકીઓએ પોલીસ જવાનને એક સ્થાનિક મેડિકલની દુકાનમાંથી અપહરણ કરી લીધું છે.   

 જમ્મૂ-કાશ્મીરઃ શોપિયાં જિલ્લામાં આતંકીઓએ J&K પોલીસ જવાનનું કર્યું અપહરણ

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરથી આ સમયે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યના શોપિયાં જિલ્લામાંથી આતંકીઓએ જમ્મૂ કાશ્મીર પોલીસના એક કોન્સટેબલનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આતંકીઓએ પોલીસના જે જવાનનું અપહરણ કરી લીધું તેનું નામ જાવેદ અહમદ ડાર જાણવા મળી રહ્યું છે. આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહમદને શોપિયાંના કચદૂરા ગામમાંથી અપહરણ કરી લીધું છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આતંકીઓ પોલીસ જવાનને એક સ્થાનિક મેડિકલની દુકાનમાંથી અપહરણ કરી લીધું છે. 

fallbacks

જાવેદ વિશે જાણકારી મળી છે કે, તે છેલ્લા પાંચ વર્ષથી એસએસપી શૈલેન્દ્ર મિશ્રાની સાથે તૈનાત હતા. જાવેદે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, તે પોતાની માતાને દવા આપવાં જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે માતાને દવાની જરૂર છે. તે હજ માટે જવાના છે. 

અપહરણ કરવા સમયે જાવેદ પોતાના મિત્રો સાથે હતો. આ દરમિયાન સેન્ટ્રો કારમાં ચાર આતંકીઓ આવ્યા અને હવામાં ગોળી ચલાવી અને જાવેદનું અપહરણ કરી લીધું. 

તના થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં જાવેદને ટોર્ચર કરવાની તસ્વીર પણ અપલોડ કરવામાં આવી. હાલમાં પોલીસે જાવેદનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More