Home> India
Advertisement
Prev
Next

10 કલાકમાં 3 આતંકવાદી હુમલા: બારામુલામાં 1 નાગરિકનું મોત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની કાયરતાપુર્ણ હરકતો ચાલુ જ રાખી છે, એક નાગરિકનું મોત નિપજ્યું છે

10 કલાકમાં 3 આતંકવાદી હુમલા: બારામુલામાં 1 નાગરિકનું મોત

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પોતાની કાયરતાપુર્ણ હરકતો સતત કરતું રહે છે. આતંકવાદીઓએ શનિવારે અહીં ત્રણ ઘટનાઓ બની છે. બનિહાલમાં સવારે થયેલા ગાડી બોમ્બ વિસ્ફોટ બાદ આતંકવાદીઓએ બારામુલાની માર્કેટમાં ફાયરિંગ કર્યું, જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની પોસ્ટ પર હુમલો કરી દીધો, જેમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થઇ ગયો. 

fallbacks

પીસી ચાકોએ ગાંધી પરિવારને દેશનો પ્રથમ પરિવાર ગણાવ્યો, ભાજપ આ મુદ્દે બન્યું આક્રમક

બારામુલા માર્કેટમાં થયેલા હુમલામાં મરાયેલ વ્યક્તિનું નામ અર્જુમંદ મજીદ ભટ્ટ છે. ગત્ત એક અઠવાડીયામાં કાશ્મીરમાં 4 નાગરિકોની હત્યા થઇ ચુકી છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, ઉત્તરી કાશ્મીર જિલ્લા બારામુલાના મુખ્ય વિસ્તારમાં કથિત આતંકવાદીઓએ અર્જુમંદ મજીદ ભટ્ટ પર ગોળીબાર કર્યો. તેમણે જણાવ્યું કે, ભટ્ટને ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. અધિકારીએ જણાવ્યું કે, આ અંગે ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. 

બીજી તરફ ગુપ્તચર એજન્સીઓએ તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કર્યા છે કે લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ પુલવામામાં રાજનીતિક વ્યક્તિઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓનાં આ એલર્ટ શુક્રવારે મોકલવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More