Home> India
Advertisement
Prev
Next

જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ 

જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં પાકિસ્તાને ફરીથી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. આજે સવારે પાકિસ્તાન તરફથી કૂપવાડામાં માછિલ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો.

જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં પાકિસ્તાને ફરીથી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. આજે સવારે પાકિસ્તાન તરફથી કૂપવાડામાં માછિલ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો. ક્રોસ બોર્ડરથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ 57 આરઆર કે લાંસનાયક રાજેન્દ્રસિંહ તરીકે થઈ છે. 

fallbacks

જુઓ LIVE TV

શોપિયામાં ચાલુ છે અથડામણ
એક બાજુ કૂપવાડામાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનો ભંગ થયો છે. જ્યારે બીજી બાજુ શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આજે ઘાટીના શોપિયા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર થયા છે. માર્યા ગયેલા આતંકીઓની હજુ સુધી ઓળખ થઈ નથી. 

મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં 2થી 3 આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More