Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત...રામબનમાં ખાઈમાં ખાબકી સેનાની ગાડી, 3 જવાન શહીદ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન લગભગ 600 મીટર ઊંડી ખાઈમાં ખાબકતાં ત્રણ સૈનિકો શહીદ થયા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
 

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત...રામબનમાં ખાઈમાં ખાબકી સેનાની ગાડી, 3 જવાન શહીદ

Jammu Kashmir :  જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો. સેનાની એક ગાડી લગભગ 600 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુ:ખદ અકસ્માતમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે. 

fallbacks

મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત બેટરી ચશ્મા વિસ્તાર નજીક સવારે 11:30 વાગ્યે થયો હતો. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયંસેવકોએ બચાવ કામગીરી શરૂ કરી, જે હજુ પણ ચાલુ છે. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે, જેમની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.

સેનાના જવાનો વાહનમાં પોતાની પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. વાહનમાં કુલ 10 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. આ વિસ્તાર પર્વતીય છે, જેના કારણે રાહત કાર્યમાં પણ પડકારો ઉભા થયા હતા. હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે.

ડિસેમ્બર 2024ની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સબ-ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં પાંચ સૈનિકોના મોત થયા હતા જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પહલગામ નહીં! આ શહેરમાં આતંકી હુમલાની ગુપ્ત માહિતી હતી, સામે આવ્યું ચોંકાવનારું સત્ય

બીજી તરફ, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પહેલાથી જ સમાચારમાં છે. દરમિયાન આ અકસ્માત ચિંતાજનક છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ હાલમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે. એર માર્શલ સિંહ પીએમ મોદીના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગથી બેઠક માટે રવાના થયા. બેઠકના એજન્ડા વિશે સત્તાવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી.

બીજી તરફ, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની સામે નિયંત્રણ રેખા (LoC) પર કોઈપણ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો તાત્કાલિક અને સચોટ જવાબ આપ્યો. સેનાએ કહ્યું કે તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More