Home> India
Advertisement
Prev
Next

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકીઓનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે. 

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકીઓનો ખાતમો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે. 

fallbacks

બારામુલ્લાના ક્રિરી વિસ્તારના નજીભટ ક્રોસિંગ પાસે આજે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્તાની આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય આતંકીઓ ઘૂસણખોરી કરીને આવ્યા હતા. એક પોલીસકર્મી પણ શહીદ થયો. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં હવે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલને ઘરની બહાર ગોળીએથી વિંધી નાંખ્યો. આ ઘટનામાં પોલીસકર્મી શહીદ થયો અને તેની સાત વર્ષની પુત્રી ઘાયલ થઈ. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી તેની પુત્રીને ટ્યુશન છોડવા જઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેને નિશાન બનાવ્યો. આ મહિનામાં ત્રીજા પોલીસકર્મીની આતંકીઓએ હત્યા કરી છે. શ્રીનગરના અનચાર વિસ્તારના ગનઈ મોહલ્લામાં કાદરીનું ઘર આવેલુ છે. ઘરની બહાર જ આતંકીઓએ તેના પર હુમલો કર્યા બાદ કાદરી અને તેની પુત્રીને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં કાદરીનું મોત થઈ ગયું. બાળકીને હાથમાં ગોળી વાગી છે પરંતુ હાલ તેની કન્ડિશન સારી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More