Home> India
Advertisement
Prev
Next

J&K: બારામુલ્લામાં આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે CRPF જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો પર આતંકી હુમલા (Terrorist Attack) ની વધુ એક ઘટના ઘટી છે. આજે બારામુલ્લા (Baramulla)  જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. 

J&K: બારામુલ્લામાં આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે CRPF જવાન શહીદ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો પર આતંકી હુમલા (Terrorist Attack) ની વધુ એક ઘટના ઘટી છે. આજે બારામુલ્લા (Baramulla)  જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. 

fallbacks

COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો

હુમલો કરીને આતંકીઓ ભાગી જવામાં સફળ થયા છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ આજે સવારે ક્રેઈરી વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફના જવાનો પર આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં સીઆરપીએફની 119 બટાલિયનના બે જવાનો ઘાયલ થયા હતાં. જેમનું બાદમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર પોલીસના એક ઓફિસર પણ શહીદ થયાં. આતંકીઓની શોધ ચાલુ છે. 

Big News! ભારત-ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ 

આ અગાઉ ગત શુક્રવારે આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યાં હતાં. શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામ બાયપાસ પર પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા હતાં. રાજ્ય પોલીસના આઈજી વિજયકુમારના જણાવ્યાં મુજબ આ હુમલા પાછળ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More