Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીર: પુલવામાની એક શાળામાં રહસ્યમય વિસ્ફોટ, 10 વિદ્યાર્થીઓ ઘાયલ 

પુલવામાની એક ખાનગી શાળામાં રહસ્યમય વિસ્ફોટ થતા 10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિસ્ફોટ આજે બપોરે થયો. 

જમ્મુ-કાશ્મીર: પુલવામાની એક શાળામાં રહસ્યમય વિસ્ફોટ, 10 વિદ્યાર્થીઓ ઘાયલ 

શ્રીનગર: પુલવામાની એક ખાનગી શાળામાં રહસ્યમય વિસ્ફોટ થતા 10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિસ્ફોટ આજે બપોરે થયો. મળતી માહિતી મુજબ ઘાયલ થયેલા બાળકોને તરત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. વિસ્ફોટ કઈ રીતે થયો તે હજુ જાણવા મળ્યું નથી.

fallbacks

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિસ્ફોટમાં જે 10 બાળકો ઘાયલ થયા છે તેમાંથી 5ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. બ્લાસ્ટનું કારણ જાણવામાં આવ્યું નથી પરંતુ ગ્રેનેડ એટેક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે બાળકોના માતા પિતા ખુબ ગભરાયેલા છે અને ચારેબાજુ અફરાતફરીનો માહોલ છે. રિપોર્ટ્સ મુજબ એક પ્રાઈવેટ શાળામાં એક્સ્ટ્રા ક્લાસ ચાલી રહ્યાં હતાં જેમાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતાં. 

અત્રે જણાવવાનું કે આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૈન્ય દળોની અલગ અલગ કાર્યવાહીમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આજે સવારે જ બડગામમાં એક આતંકી માર્યો ગયો. તે અગાઉ પુલવામા જિલ્લામાં જ મંગળવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનનો એક આતંકી માર્યો ગયો. જેણે ગત વર્ષ અહીં એક હોસ્પિટલમાંથી લશ્કર એ તૈયબાના કમાન્ડર નવીદ જટને ભગાડવામાં મદદ કરી હતી. અથડામણમાં એક સૈનિક શહીદ થયો જ્યારે એક સૈનિક ઘાયલ થયો હતો. 

દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More