Home> India
Advertisement
Prev
Next

જમ્મૂ-કાશ્મીર સિવિક બોડી ઇલેક્શન: આતંકી ધમકીઓ વચ્ચે વોટિંગ, ઇન્ટરનેટ સેવા બંધ

પ્રથમ ચરણમાં લગભગ એક ડર્ઝન જિલ્લામાં 422 વોર્ડમાં મતદાન સોમવાર સવારે સાત વાગે વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીર સિવિક બોડી ઇલેક્શન: આતંકી ધમકીઓ વચ્ચે વોટિંગ, ઇન્ટરનેટ સેવા બંધ

શ્રીનગર: આતંકવાદી ધમકીઓ વચ્ચે સોમવારે (8 ઓક્ટોબર) જમ્મૂ-કાશ્મીરના નગરમાં સિવિક બોડી ઇલેક્શનનું પ્રથમ ચરણમાં વોટિંગ શરૂ થઇ ગયું છે. અલગાવવાદિઓએ બંધની જાહેરાતને જોઇને વોટિંગને લઇ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચરણમાં લગભગ એક ડર્ઝન જિલ્લામાં 422 વોર્ડમાં મતદાન સોમવાર સવારે સાત વાગે વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ ચરણમાં 1,283 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જમ્મૂમાં 247 વોર્ડ કાશ્મીરમાં 149 અને લદ્દાખમાં 26 વોર્ડમાં ચૂંટણી થઇ રહી છે. 10 ઓક્ટોબરે બીજા ચરણમાં 384 વોર્ડ, 13 ઓક્ટોબરે ત્રીજા ચરણમાં 207 વોર્ડ અને 16 ઓક્ટોબરે છેલ્લા ચરણમાં 132 વોર્ડમાં વોટિંગ કરવામાં આવશે. મત ગણતરી 20 ઓક્ટોબરે કરવામાં આવશે.

fallbacks

દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
મતદાનમાં કોઈ પણ પ્રકારની ગડબડીને રોકવા માટે દક્ષિણ કાશ્મીરના ભાગમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીર ઘાટમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી કરી 2G કરી દેવામાં આવી છે.

fallbacks

આ પહેલા રાજ્યમાં 2005માં ગુપ્ત મતદાન દ્વારા નગર નિકાય ચૂંટણી થઇ હતી અને તેના પાંચ વર્ષના કાર્યકાળ ફેબ્રુઆરી 2010માં પુરો થઇ ગયો હતો. જમ્મૂ અને શ્રીનગર નગર નિગમો સહિત રાજ્યમાં કુલ 1,145 વોર્ડ માટે ચાર ચરણમાં થનારી ચૂંટણી માટે 2,990 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

જમ્મૂ ક્ષેત્રમાં કુલ 2,137 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જ્યારે શ્રી નગરમાં 787 ઉમેદવારો અને લદ્દાખમાં 66 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કાશ્મીર ઘાટીમાં 231 અને જમ્મૂમાં 13 ઉમેદવાર નિર્વિવાદ ચૂંટાયેલા છે. એક ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણીના પ્રચાર શાંતિપૂર્ણ પુરા થઇ ગયા હતા. ક્યાંયથી કોઇપણ પ્રકારની અપ્રિય ઘટનાના સમાચાર મળ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More