Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં "અચ્છે દિન"

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ રાજ્યને કેન્દ્રની મોદી સરકાર તરફથી નવા નવા પ્રોજેક્ટની સોગાત મળી રહી છે

કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article 370) હટ્યા બાદ રાજ્યને કેન્દ્રની મોદી સરકાર (Modi Government) તરફથી નવી ભેટ મળી છે. આ જ કડીને આગળ વધારતા રાજ્યનાં ઔદ્યોગિક વિકાસ નિગમ (industrial development) દ્વારા જમ્મુના સામ્બા ઔદ્યોગિક ક્ષેત્રમાં  (Samba Industrial Area)  ડ્રાઇ પોર્ટનાં નિર્માણને મંજુરી મળી ચુકી છે. પીપી મોડમાં સામ્બા રેલવે સ્ટેશન (Samba Railway Station)  પર બનનારુ રાજ્યનું પહેલું freight terminal હશે. રેલવે અને ખાનગી કંપનીઓ આંતરિક સમજુતી દ્વારા નિર્મિત ફ્રેઇટ ટર્મિનલને આગામી 10 મહિનામાં બનાવી લેવામાં આવશે.

fallbacks

ઉડતા મોત તરીકે ઓળખાતુ ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ, 2 પાયલોટ શહીદ
જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) અકરોટ, બદામ અને સફરજન વિશ્વની બજારોમાં ઓછા સમય અને ઓછા ખર્ચમાં પહોંચ્યા અને રાજ્યમાં નિકાસ સાથે જોડાયેલા વેપારીઓના નફામાં વધારો થાય. તેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય વિકાસમાં બાધા બનેલી કલમ 370ને ખતમ કરીને નવા ઉદ્યોગોને આમંત્રીત કરવા અને રાજ્યમાં ચાલી રહેલા ઉદ્યોગોને રાહત આપવાનાં ઇરાદાધી સામ્બા રેલવે સ્ટેશન પર ડ્રાય પોર્ટ (રેલવે ફ્રેઇટ ટર્મિનલ) બનાવવાનું મહત્વ સમજતા ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને રેલવેને આંતરિક સહયોગથી કામ કરવાનાં નિર્દેશ આપ્યા છે.

બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર

જોધપુરમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત, 12 થી વધુ ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહેરા રેલવે ફ્રેઇટ ટર્મિનલની ક્ષમતા 2થી5 માલગાડીની હશે અને અહીંથી 6થી 9 મેટ્રીક ટન સામાનનું લોડિંગ અનલોડિંગ થશે. ટર્મિનલમાં કંટેનર, બેરક, બલ્ક સિમેન્ટ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ ઓટોમોબાઇલ સહિત અન્ય ઔદ્યોગિક સામાન પણ રાખવામાં આવશે. આ ટર્મિનલ બની જવાથી રાજ્યમાં સુકામેવાનાં વેપારીઓને વિશ્વમાં કાશ્મીરી ફલ નિકાસ કરવામાં સમય અને પૈસાની બચત થશે કારણ કે હાલનાં સમયમાં સૌથી નજીક ડ્રાઇ પોર્ટ લુધિયાણામાં છે. અહીંથી કંટેનર મંગાવવા અને તેને લુધિયાણા પહોંચાડવામાં નિકાસકારોનો ઘણો સમય અને પૈસા બર્બાદ થતા બચી જશે.

Video: કુપવાડા પાસે LoC પર ઘૂસણખોરી કરતા જોવા મળ્યા 5-6 પાકિસ્તાની આતંકી
સામ્બા સ્મોલ સ્કેલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ હરવિંદર સિંહ ડ્રાઇપોર્ટનાં નિર્માણને સરકારનો યોગ્ય નિર્ણય ગણાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કાચો માલ બાહ્ય રાજ્યોમાંથી આવે છે. જેનાથી અહીં પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે. ડ્રાઇપોર્ટ બની જવાના કારણે ઔદ્યોગિક ગૃહો પણ પોતાના યૂનિટો લગાવી શકે છે. અધિકારીઓનાં અનુસાર આ ટર્મિનલ જમ્મુ કાશ્મીરમાં પેદા થનારા બાગાયતી ઉત્પાદનો માટે કોલ્ડ ચેઇનનું કામ કરસે અને આ ટર્મિનલને ઇસ્ટ અને વેસ્ટ ફ્રેઇટ કોરિડોર ટર્મિનલ સાથે પણ જોડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More