Home> India
Advertisement
Prev
Next

Jammu-Kashmir માં આતંક ફેલાવવાના ષડયંત્રનો ખુલાસો, પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

IG કાશ્મીર પોલીસ વિજય કુમાર (Vijay Kumar) એ જે 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે તેમાં કેટલાક નવા અને જૂના નામ સામેલ છે.

Jammu-Kashmir માં આતંક ફેલાવવાના ષડયંત્રનો ખુલાસો, પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) થી આતંકીઓના સફાયા માટે સુરક્ષાદળ સતત ઓપરેશન ક્લીન ચલાવી રહ્યાં છે. જે હેઠળ ઘાટીમાં ગભરાટ ફેલાવનાર કુખ્યાત આતંકીઓને ઢેર કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) એ 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે. લિસ્ટમાં નવા-જૂના બંને આતંકીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઘાટીમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં લાગેલા આતંકવાદી અલગ-અલગ સંગઠનો સાથે જોડાયેલા છે. પોલીસ તેને પકડવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. 

fallbacks

IG કાશ્મીર પોલીસ વિજય કુમાર (Vijay Kumar) એ જે 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે તેમાં કેટલાક નવા અને જૂના નામ સામેલ છે. લિસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા  (LeT), હિઝબુલ મુઝાહિદ્દીન અને અલ બદ્રના આતંકીઓ સામેલ છે. 

આ છે ઘાટીમાં આતંક ફેલાવનાર
જમ્મુ-કાશ્મીર પોલીસની આ લિસ્ટમાં જૂના આતંકીઓમાંથી સલીમ પર્રે, યૂસુફ કાન્ટ્રો, અબ્બાસ શેખ, રેયાઝ શેટરગુંડ, ફારૂક નાલી, જુબૈર વાની અને અશરફ મોલવીનું નામ સામેલ છે. આ લિસ્ટમાં નવા નામ સાકિબ મંજૂર, ઉમર મુસ્તાક ખાંડે અને વકીલ શાહ છે. 

આ પણ વાંચોઃ દેશમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, આગામી સપ્તાહથી વધશે કેસ, જાણો શું બોલ્યા વૈજ્ઞાનિક

જમ્મુમાં ડ્રોનથી ડરાવવાનો પ્રયાસ
આ વચ્ચે જમ્મુમાં ડ્રોનથી ડર ફેલાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સોમવારે સાંજે હીરાનગર સેક્ટર (Hiranagar Sector) ના બનિયાડીમાં ડ્રોન જોવા મળતા હડકંપ મચી ગયો હતો. જાણકારી પ્રમાણે ચાર જગ્યા પર સુરક્ષાદળોના ઠેકાણા ઉપર ડ્રોન જોવા મળ્યા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More