Home> India
Advertisement
Prev
Next

જમ્મુ કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાશે, રાજ્યસભામાં 125 વિરુદ્ધ 61 મતથી પસાર

જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયો. આજે જમ્મુ અને કાશ્મીર પુન: ગઠન બિલને લોકસભામાં રજુ કરાશે.

જમ્મુ કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાશે, રાજ્યસભામાં 125 વિરુદ્ધ 61 મતથી પસાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયો. આજે જમ્મુ અને કાશ્મીર પુન: ગઠન બિલને લોકસભામાં રજુ કરાશે. આ બિલ પર ચર્ચા કરાશે ત્યારબાદ મતદાન હાથ ધરાશે. આ બિલમાં પ્રદેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 

fallbacks

PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 

અમિત શાહ દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવ મુજબ "ભારતના રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 3ની જોગવાઈઓ હેઠળ જમ્મુ કાશ્મીર પુન:ગઠન  બિલ 2019 આ સદનના વિચાર જાણવા માટે મોકલ્યું છે. કારણ કે ભારતના રાષ્ટ્રપતિની 19મી ડિસેમ્બર 2018ની અધિઘોષણા મુજબ આ સદન પાસે જમ્મુ અને કાશ્મીર રાજ્યની બંધારણીય શક્તિઓ પ્રાપ્ત છે."

ગૃહમંત્રીએ વિપક્ષને ખાતરી અપાવી કે તેઓ આ વિધેયક પર તેમના સવાલના જવાબ આપશે અને આજે સદનમાં વિધેયક રજુ થવા પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષે પ્રસ્તાવ પર આપત્તિ જતાવી અને શાહ પાસે જવાબ માંગ્યો. જો કે ગઈ કાલે રાજ્યસભામાં શોરબકોર વચ્ચે વિધેયક પર પ્રસ્તાવ પસાર કરી લેવાયો. 

કોંગ્રેસને આંચકો, સોનિયાની નજીક ગણાતા આ દિગ્ગજ નેતાએ આર્ટિકલ 370 હટાવવાનું કર્યું સમર્થન 

ગઈ કાલે કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પક્ષોએ રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરતા તેના વિરુદ્ધ મતદાન કર્યું હતું. જો કે આજે કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને વ્હિપ જારી કરી દીધુ છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની એક મોટી જીત તરીકે સોમવારે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રાજ્યસભામાં પસાર થઈ ગયું. જમ્મુ અને કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો  ખેંચવા અને કલમ 370 હટાવવાને લઈને સરકારે રાજ્યસભામાં આ પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેને પાસ કરાવવામાં તે સફળ રહી. 

જુઓ LIVE TV

પ્રસ્તાવને હવે લોકસભામાં ચર્ચા કરાવવા અને પાસ કરાવવામાં માટે રજુ કરવામાં આવશે. એકવાર સંસદની મહોર લાગી ગયા બાદ પ્રસ્તાવ કાયદો બની જશે. જે મુજબ રાજ્ય બે ભાગમાં વહેંચાશે એક ભાગ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે જ્યારે બીજો ભાગ લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More