જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. બારામૂલા જિલ્લાના સોપોરના હ્યગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના એક જવાનને ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર, આતંકવાદીઓએ સેના, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર હ્યાગામમાં ટાઇમ પાસ હોટલની પાસે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યાં હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકીઓની ફાયરિંગમાં સેનાના એક જવાનને ઈજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. સુરક્ષાદળોએ તે વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આજે એનકાઉન્ટમાં માર્યો ગયો એક આતંકી
ઉલ્લેખનીય છે કે આજે સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના કામરાજીરોપામાં એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષાદળોને કામરાજીપોરામાં સફરજનના બગિચામાં બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં એક આંતકી ઠાર કરાયો, તો સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.
માર્યા ગયેલા આતંકીની ઓળખ આઝાદ અહમદ લોનના રૂપમાં થઈ છે. તે પુલવામાના લેલહરનો રહેવાસી હતો. આ એનકાઉન્ટમાં સેનાનો એક જવાન શહીદ થયો તો એકને ઈજા થઈ હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે